ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા
સુરત
સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર દરોડા પાડતા જ્વેલર્સ નગરીમાં સન્નાટો છવાયો છે. ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. આ મેગા ઓપરેશન માટે 100 કરતા પણ વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચ ઓપરેશનમાં ઈન્કમટેક્સને મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.
સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી છે અને 100થી વધુ અધિકારીઓ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સુરતના જાણીતા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલા જ્વેલર્સ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે આ ઈન્કમટેક્ના દરોડાથી જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ખાતેના બે સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.