આશરે 700 લોકોની યાદી બનાવાઈ હતી જેઓ દર્દીના સંપર્કમાં આવ્યા હતા
તિરુવનંતપુરમ
કેરળમાં નિપાહ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતો જઈ રહ્યો છે. વધુ એક દર્દી વધી જતાં સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં હવે દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિણા જ્યોર્જે જણાવ્યું કે ઈન્ફેક્શન ફેલાતો રોકવા રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આશરે 700 લોકોની યાદી બનાવાઈ હતી જેઓ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. તેમાંથી 77 લોકોની ઓળખ કરાઈ છે જેમને હાઈ રિસ્ક કેટેગરીમાં રખાયા છે.
માહિતી અનુસાર રાજ્યમાં બે દર્દીઓ નિપાળ વાયરસના ચેપને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. આ મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે સમગ્ર રાજ્યમાં ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ છે. સંક્રમણને ફેલાતો રોકવા માટે રાજ્યમાં ઉપાયોગ શરૂ કરાયા છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રખાયેલા લોકોને ઘરથી બહાર ન નીકળવા તાકીદે મનાઈ ફરમાવાઈ છે.
જીવ ગુમાનારા બંને દર્દી જે રસ્તા પરથી પસાર થયા હતા તેના વિશે પણ લોકોને જાણકારી અપાઈ રહી છે જેથી અન્ય લોકો એ માર્ગોનો ઉપયોગ ટાળી શકે. કોઝિકોડ જિલ્લામાં પબ્લિક ફેસ્ટિવલ અને અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા કે ભીડ એકઠી કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.