જુનૈદ-નાસિરને સળગાવવાનો પ્લાન આઠ દિવસ પહેલા બનાવ્યાની મોનુની કબૂલાત

Spread the love

સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ડીગ પોલીસ સ્ટેશનના આધિકારીઓ મોનુ માનેસરની પૂછપરછ કરી


ભરતપુર
ગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જુનૈદ-નાસિર હત્યા કેસ સંદર્ભે રાજસ્થાન પોલીસ મોનુને માનેસરની કસ્ટડી લીધી હતી. સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ડીગ પોલીસ સ્ટેશનના આધિકારીઓ મોનુ માનેસરની પૂછપરછ કરી રહી છે. રાજસ્થાન પોલીસે મોનુ માનેસરને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર લીધો છે. મોનુ માનેસરે પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે.
મોનુ માનેસરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેની ગેંગે જુનૈદ અને નાસિરને પાઠ ભણાવવા માટે 8 દિવસ પહેલા જ સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધું હતું. 14-15 ફેબ્રુઆરીના રોજ અપહરણ અને બીજા દિવસે સવારે સળગાવીને હત્યા કરવાનું સમગ્ર કાવતરું પહેલેથી જ તૈયાર હતું. જુનૈદ અને નાસિરને ક્યારે અને ક્યાંથી ઉપાડવામાં આવશે તે પણ નક્કી થઈ ગયું હતું.
આ પછી તેણે તેના અન્ય સહયોગીઓ સાથે મળીને જુનૈદ અને નાસિરને પકડવા સંપૂર્ણ યોજના બનાવી હતી. ઘટનાના 2-3 દિવસ પહેલા જ તે રાજસ્થાન બોર્ડર પર સ્થિતિ તપાસવા ગયો હતો. આ પછી જુનૈદ અને નાસિરને 14-15 ફેબ્રુઆરીની રાત્રે ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન અપહરણકર્તાઓએ જોયું કે તેમની બોલેરોમાં ગાય નથી. જેની માહિતી મોનુ માનેસરને આપવામાં આવી હતી. આ પછી જુનૈદ અને નાસિરને ખૂબ માર મારવામાં આવ્યો હતો. મોનુ માનેસરે જણાવ્યું કે જુનૈદ અને નાસિરને ફિરોઝપુર ઝિરકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. જ્યાં પોલીસે બંનેની ધરપકડ લેવાની ના પાડી હતી. જે બાદ બંનેને કાર સહિત જંગલમાં સળગાવી દેવામાં આવ્યા હતા.

Total Visiters :71 Total: 1051644

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *