મોરક્કોમાં ભૂકંપ અમેરિકાનું કાવતરૂં હોવાની શંકા

Spread the love

ભૂકંપ પહેલા આકાશમાં રહસ્યમય રોશનીનો પ્રકાશ જોવા મળ્યો હતો, જેથી મનાય છે કે આ એક હાઇટેક લેબ દ્વારા સર્જવામાં આવેલ કારસ્તાન છે


મોરક્કો
ભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કોની હાલત દયનીય થઈ ચૂકી છે. 6.8ની તીવ્રતાના આ ભૂકંપમાં 3000થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીનો માહોલ સર્જાયો હતો. એક તરફ સરકાર આ ભૂકંપથી સર્જાયેલ નુકશાનની ભરપાઈ કરવામાં લાગી છે તો બીજી તરફ કેટલીક કંસ્પિરેસી થિયરીની વાતોએ પણ વેગ પકડ્યો છે.
થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભૂકંપ પહેલા આકાશમાં રહસ્યમય રોશનીનો પ્રકાશ જોવા મળ્યો હતો. જેના પરથી એકવું માનવામાં આવી રહ્યું છે કે આ કોઈ કુદરતી આફત નથી પરંતુ એક હાઇટેક લેબ દ્વારા સર્જવામાં આવેલ એક કારસ્તાન છે. ઘણા બધા લોકો એવું માનવું છે કે, અમેરિકી મિલેટ્રી પ્રોગ્રામ હાર્પ દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું છે.
હાર્પ એ એક અમેરિકન પ્રોજેક્ટ છે જે અલાસ્કામાં વેધશાળામાં સ્થિત છે. આ પ્રોજેક્ટ રેડિયો ટ્રાન્સમીટરની મદદથી ઉપરના આયોનોસ્ફિયરનો અભ્યાસ કરે છે. વર્ષ 2022 માં તેના હવામાન પર ઘણા મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ભૂકંપ લાવવાની ક્ષમતા છે તેવું ક્યારેય કહેવામાં આવ્યું નથી. અગાઉ પણ, હાર્પ કુદરતી આફતોને લઈને શંકાના દાયરામાં રહી હતી. આ સંશોધન સંસ્થાને ઘણા દેશોમાં ભૂકંપ, સુનામી અને ભૂસ્ખલન માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી.
હાર્પને અગાઉ પણ ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આવા ષડયંત્ર સિદ્ધાંતો પહેલા પણ સાંભળવા મળ્યા છે. એવું અનુમાન છે કે, ઘણા દેશો હવામાનને કંટ્રોલ કરીને અન્ય પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલો શસ્ત્રો કે પરમાણુ બોમ્બથી નહીં, પણ કુદરતી આફત જેવો દેખાશે. જેમ એક કોઈ દેશે વરસાદને કંટ્રોલ કરી પોતાના દુશ્મન દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જી શકે છે અથવા પૂર જેવી વિનાશ પરિસ્થિતિ લાવી શકે છે. ભૂકંપ કે સુનામીનું પણ આ શ્રેણીમાં સામેલ છે.
વાયરસ અથવા બેક્ટેરિયાને ફેલાવીને જે રીતે બાયોલોજીકલ એટેક દુશ્મન દેશમાં કરવામાં આવે છે આ પણ તેના જેવું છે. હવામાનને પોતાના અંકુશમાં લેવાના પ્રયાસો સૌ પ્રથમ અમેરિકાએ કર્યો એવો રશિયા દ્વારા આરોપ લાગવામાં આવે છે. ઓગસ્ટ 1953 માં, આ દેશે હવામાન નિયંત્રણ પર રાષ્ટ્રપતિની સલાહકાર સમિતિની રચના કરી. સમિતિ એ સમજવા માંગતી હતી કે હવામાનમાં ફેરફાર કેવી રીતે કરી શકાય જેથી તેનો ઉપયોગ રાષ્ટ્રીય હિતમાં થઈ શકે.
એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ વિયેતનામ યુદ્ધ દરમિયાન ચોમાસાને વધારવા માટે ક્લાઉડ સીડિંગને હથિયાર બનાવ્યું. આના કારણે વિયેતનામી સૈન્યની સપ્લાય ચેઈન બગડી ગઈ હતી કારણ કે વધુ પડતા વરસાદને કારણે જમીન દલદલી બની ગઈ હતી. જો કે, આ અમેરિકન ચાલ છે કે કુદરતી આફત છે તે અંગે કોઈ પુરાવા મળી શક્યા નથી. 2010માં હૈતીમાં આવેલા ભૂકંપનો આરોપ પણ અમેરિકા અને રશિયા તરફ જોવા મળી રહ્યો છે.
કંસ્પિરેસી થિયરી ભલે ગમે તે કહે, વૈજ્ઞાનિકોનું કહેવાનું કંઇક અલગ જ છે. ભૂકંપ પહેલા ત્યાં દેખાતા પ્રકાશને વિજ્ઞાનમાં અર્થક્વેક લાઈટ કહેવામાં આવે છે. જેના દ્વારા જાણવામાં આવે છે કે ભૂકંપને પોતાનો પ્રકાશ પણ હોય છે, જે જમીનથી આકાશમાં જતો જોવા મળે છે. તે પૃથ્વીની અંદર સિસ્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રવાહો દ્વારા ઉત્પન્ન થાય છે. વિગતમાં, જ્યારે પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટમાં મોટા પાયે ચળવળ થાય છે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રવાહ બનાવવામાં આવે છે. ભૂકંપ પહેલા પણ ઘણી વખત પ્રકાશની વાત કરવામાં આવી છે. 17મી સદીના દસ્તાવેજોમાં પણ આપત્તિ પહેલાના રહસ્યમય પ્રકાશનો ઉલ્લેખ છે.

Total Visiters :133 Total: 1045229

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *