યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા

Spread the love

માયખાઈલો પોડોલ્યાકે કહ્યું કે, આ લોકો જે પગલાં ભરે છે તેના વિશે જાણતાં જ નથી કે તેના શું પરિણામ આવશે?


કીવ
ભારતના નેતૃત્વમાં આયોજિત જી20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા હતા. તેમણે ભારત જ નહીં ચીનના લોકોને પણ નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ લોકો જે પગલાં ભરે છે તેના વિશે જાણતાં જ નથી કે તેના શું પરિણામ આવશે?
પોડોલ્યાકે કહ્યું કે શું તમે જાણો છો કે ભારત અને ચીન સાથે લોચો શું છે? સમસ્યા એ છે કે આ લોકો જે કંઈ કરે છે તેના પરિણામ વિશે વિચારતાં નથી. આ દેશો પાસે ખૂબ જ નબળી બૌદ્ધિક ક્ષમતા છે. તેમણે કહ્યું કે હાં એ વાત સાચી છે કે આ લોકો વિજ્ઞાન પાછળ રોકાણ કરી રહ્યા છે. ભારતે લુનર રોવર લોન્ચ કર્યું જે ચંદ્રની સપાટી પર છે પણ તેનાથી એ નથી લાગતું કે તેમાં આધુનિક દુનિયાને સમજવાની ક્ષમતા છે.
પોડોલ્યાકનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ચંદ્રયાન-3 મિશનની વાત કરતા દેખાય છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન મિશનની સફળતાનો મતલબ એ નથી કે ભારતના લોકો સમજુછે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલમાં યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કાળી માતાની એક વિવાદિત તસવીર પોસ્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતે રશિયા અને યુક્રેનના યુદ્ધ મામલે તટસ્થ વલણ અપનાવ્યું છે અને તેનાથી જ યુક્રેનને તકલીફ થઈ રહી છે. તે ઈચ્છે છે કે ભારત જાહેરમાં રશિયાનો વિરોધ કરે અને ઓઈલની આયાત બંધ કરે. આ મામલે યુક્રેનના લોકો ત્યાં રહેતા ભારતીયોને પરેશાન કરી રહ્યા છે.

Total Visiters :94 Total: 1041037

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *