હિમાચલમાં વરસાદને લીધે અત્યાર સુધી 428 લોકોનાં મોત

Spread the love

11 હજારથી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે તેમજ 2611 ઘરો ધરાશાયી થયા


સિમલા
હિમાચાલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોમાસાએ વિરામ લીધો હતો ત્યારે હવે ફરી એકવાર પહાડી ક્ષેત્રો અને મેદાની વિસ્તારોમાં લોકોને ભારે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 17મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી કરી છે તેમજ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી થતા તે લોકોની ચિંતામાં વધારો કર્યો છે જેના ઘરો ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા હતા. રાજ્યમાં આ પહેલા થયેલા વરસાદને કારણે લગભગ 11 હજારથી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે તેમજ 2611 ઘરો ધરાશાયી થયા છે. રાજ્યમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 428ના મોત થયા છે જ્યારે 70 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાલમપુરમાં 57, નાહનમાં 44 અને પાવંટા સાહિબમાં 17 મિમી વરસાદ થયો છે. આજથી કેટલાક જિલ્લાઓમાં ચોસાસાની અસર જોવા મળશે.
રાજ્યમાં અગાઉ થયેલા ભારે વરસાદને પગલે બે નેશનલ હાઈવે સહિત કુલ 70 રસ્તાઓ બંધ છે જ્યારે 250થી વધુ બસોના રુટ છેલ્લા બે મહિનાથી બંધ છે. આ બે મહિનાઓમાં પ્રદેશના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય શિમલામાં 10, કુલ્લુમાં 18 રસ્તાઓ વાહનવ્યવહાર બંધ છે તેમજ 33 ટ્રાન્સફોર્મર ઠપ થતા પાવર કટની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

Total Visiters :98 Total: 1344019

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *