ઉ.કોરિયા-રશિયા શસ્ત્ર સોદો કરે તો વધુ પ્રતિબંધની યુએસની ધમકી

Spread the love

રશિયાએ ઉ. કોરિયાને સેટેલાઇટ બનાવવા સંદર્ભે રોકેટસ આપવા કે તે માટેની રોકેટ-ટેકનોલોજી આપવા વચન આપ્યું

વોશિંગ્ટન

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન વચ્ચે રશિયા સમવાયતંત્રનાં કોઓડ્રોમ પાસે મંત્રણાઓ યોજાઈ. અમેરિકા સહિત પશ્ચિમના દેશો તેની ઉપર બાજ નજર રાખી રહ્યા છે. ભારત પણ નજર રાખે છે. પરંતુ તે તટસ્થ ભાવે તે મંત્રણાને જુએ છે.

આ તરફ અમેરિકા ગિન્નાયું છે. તેણે તે બંને દેશોને ચેતવણી આપી છે કે શસ્ત્ર સોદાની વાત ન કરશો નહીં તો વધુ પ્રતિબંધો લાદવામાં આવશે.

દરમિયાન રશિયાએ ઉ. કોરિયાને સેટેલાઇટ બનાવવામાં અને તેને ધુ્રવીય કક્ષામાં પણ પરિભ્રમણ કરે તેવી રીતે તે સેટેલાઇટસ અંતરિક્ષ સ્થિત કરવા માટે રોકેટસ આપવા કે તે માટેની રોકેટ-ટેકનોલોજી આપવા વચન આપ્યું છે. તેના બદલામાં ઉ. કોરિયા, રશિયાને શસ્ત્રાસ્ત્રો આપવાનું છે.

નિરીક્ષકો કહે છે કે ધુ્રવીય કક્ષામાં રહેલા જાસૂસી ઉપગ્રહો પૃથ્વીનાં પરિભ્રમણ સાથે એક પછી એક દેશ ઉપર જાસૂસી કરી જ શકે, તેમાં પશ્ચિમ યુરોપ અને અમેરિકાનાં સૈન્ય સ્થળોના પણ ફોટોગ્રાફો લઇ તે રશિયા, ઉ. કોરિયા અને અમને પહોંચાડી જ શકે. સહજ છે કે આથી અમેરિકા ગિન્નાયું છે. તેણે ધમકી આપી છે ઃ વધુ પ્રતિબંધો મુકીશું. નિરીક્ષકો આ ધમકીને હાસ્યાસ્પદ ગણે છે. તેઓ કહે છે કે, રશિયા એટલો વિશાળ દેશ અને એટલી બધી વસ્તી ધરાવે છે કે આર્થિક-પ્રતિબંધોની તેને કોઈ અસર થવાની જ નથી. ઉ. કોરિયાને તો ગરીબી સદી ગઈ છે. તેને તો છે જ શું કે કશું જઇ શકે ?

આમ છતાં અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા મેથ્યુ મિલર કહે છે કે બંને દેશો વચ્ચેના સોદાથી યુનોની સલામતી સમિતિનાં પ્રતિબંધોનું ઉલ્લંઘન થાય છે. મિલરે વધુમાં કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધમાં અઢળક શસ્ત્રો વપરાઇ ગયા હોવાથી રશિયા વધુ શસ્ત્રોની શોધમાં છે. તેથી તે તેવા દેશનો સાથ લઈ રહ્યું છે કે જેની ઉપર યુનોએ જ પ્રતિબંધો મુક્યા છે. વાસ્તવમાં રશિયા- ઉ. કોરિયા વચ્ચેનો સૈન્ય સહયોગ ચિંતાજનક છે.

નિરીક્ષકો તે ચિંતાને યોગ્ય ગણતાં સામો પ્રશ્ન પૂછે છે કે સોદો તો થઇ ગયો હવે શું ? દુનિયા પાસે તેનો જવાબ નથી. ચિંતા તો ચીન, ઉ. કોરિયા, રશિયા અને સંભવતઃ ઇરાનની રચાઇ શકતી ધરીનો છે. પ્રશ્નો તો અનુત્તર જ રહેવાના છે.

Total Visiters :65 Total: 1051652

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *