સપ્ટેમ્બરમાં રકાણકારોને ચાંદી, 11 ટ્રેડિંગ દિવસમાં 12.57 કરોડની કમાણી

Spread the love

ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ખરીદારી જોવા મળી જ્યારે પીએસઈ, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યું


મુંબઈ
આ મહિનાની 15 સપ્ટેમ્બર સુધી 11 દિવસથી શેરબજારમાં કારોબાર થઈ રહ્યો છે. આમાં સેન્સેક્સ સતત 11 દિવસ સુધી ઉછળ્યો છે. તો બીજી તરફ, નિફ્ટીમાં માત્ર એક દિવસ માટે થોડો ઘટાડો થયો હતો. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની તિજોરી ભરાઈ ગઈ છે. આ મહિને તેની કમાણી 33 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બરે જ્યારે શેર બજાર ખુલ્યું ત્યારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 3,09,59,138.70 લાખ કરોડ રૂપિયા હતું. તો બીજી તરફ, 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચેના 11 ટ્રેડિંગ દિવસોમાં તે વધીને 3,23,20,377.69 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. આ રીતે રોકાણકારોએ 12.57 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે પીએસઈ, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. બજાજ ઓટો, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ અને એચસીએલ ટેક્નોલોજીસ નિફ્ટીમાં ટોપ ગેનર હતા.
ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. બેંકિંગ, ઓટો અને આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે બીએસઈ સેન્સેક્સ 320 પોઈન્ટના ઉછાળા સાથે 67,838 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઉછાળા સાથે 20,192 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઉછાળાને કારણે ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 30 શેરમાં વધારો અને 30માં ઘટાડો જોવા મળ્યો છે.
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 323.20 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 322.17 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.03 લાખ કરોડનો વધારો થયો છે. આમ માર્કેટમાં સતત તેજી જોવા મળતા રોકાણકારો ખુશ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. તેથી રોકાણકારોમી સંપત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે.

Total Visiters :162 Total: 1344040

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *