હેડિંગઃ કેનેડામાં કિશોર સાથેના વિવાદમાં એક શીખ વિદ્યાર્થી પર હુમલો

Spread the love

બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં જાહેર પરિવહન બસમાં અન્ય લોકોની બોલાચાલી બાદ શીખ વિદ્યાર્થીને લાતો-મુક્કા મારવામાં આવ્યા

ટોરોન્ટો

કેનેડામાં હેટ ક્રાઈમનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હેટ ક્રાઈમના આ દેખીતા કેસમાં એક શીખ વિદ્યાર્થી પર અન્ય કિશોર સાથેના વિવાદને પગલે હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં જાહેર પરિવહન બસમાં શીખ વિદ્યાર્થી અને અન્ય લોકોની બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ શીખ વિદ્યાર્થીને ‘લાતો મારવામાં આવી હતી, મુક્કા મારવામાં આવ્યા હતા અને તેના પર મરીનું સ્પ્રે કરવામાં આવ્યું હતું’ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) એ બુધવારે જણાવ્યું હતું કે, આ ઘટના કેલોનામાં રૂટલેન્ડ રોડ સાઉથ અને રોબસન રોડના જંક્શન પર બની હતી.
બ્રિટિશ કોલંબિયા (બીસી) ના ડબલ્યુએસઓ વાઇસ પ્રેસિડેન્ટ ગુંતાસ કૌરે જણાવ્યું હતું કે કેલોનામાં શીખ હાઇસ્કૂલના વિદ્યાર્થી પર સોમવારનો હુમલો આઘાતજનક અને અસ્વીકાર્ય છે. ઘટનાની વિગતો આપતા વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન ઓફ કેનેડા (ડબલ્યુએસઓસી) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક લોકોએ પહેલા વિદ્યાર્થીને બસમાં પ્રવેશતા અટકાવ્યો હતો. ત્યારબાદ જ્યારે તેને બસમાં ચઢવા દેવામાં આવ્યો ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. જ્યારે શીખ વિદ્યાર્થી પાછળ ગયો, ત્યારે હુમલાખોરોનો ફોન તેમના હાથમાંથી પડી ગયો અને તેઓએ બસ ડ્રાઇવરની સામે શીખ વિદ્યાર્થીને લાત અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન બસ ડ્રાઈવરે દરમિયાનગીરી કરી ન હતી.
તે મૂક પ્રેષક બનીને જોતો રહ્યો હતો. તેણે શીખ વિદ્યાર્થી અને તેના હુમલાખોરોને રટલેન્ડ અને રોબસન સ્ટોપ પર બસમાંથી ઉતરી જવાનો આદેશ આપ્યો હતો. બસમાંથી ઉતર્યા પછી, પણ બંને આરોપીએ રાહદારીઓ દરમિયાનગીરી ન કરે ત્યાં સુધી વિદ્યાર્થી પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું.
ડબલ્યુએસઓસીએ કહ્યું હતું કે આ વર્ષે કેલોનામાં શીખ વિદ્યાર્થી પર આ બીજો હુમલો છે. માર્ચમાં તોફાની તત્વોએ 21 વર્ષીય ગગનદીપ સિંહને માર માર્યો હતો. તેની પાઘડી ફાડી નાખી હતી અને ફૂટપાથ પર તેને વાળ પકડીને ખેંચી જવામાં આવ્યો હતો.
ડબલ્યુએસઓસીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી કેનેડામાં નવોદિત છે. તેને ડર છે કે જો તે શાળામાં પાછો આવશે તો તેના પર ફરીથી હુમલો કરવામાં આવશે.

આ કેસમાં સ્થાનિક પોલીસે માહિતી આપી છે કે કેસ તપાસ હેઠળ છે. તેઓ વીડિયો પુરાવા એકત્રિત કરી રહ્યા છે. એક શંકાસ્પદની ઓળખ પણ કરી લેવામાં આવી છે અને શીખ વિદ્યાર્થીને ચોક્કસ ન્યાય મળશે

Total Visiters :173 Total: 1384816

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *