ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા

Spread the love

ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી, ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશેઃ ડી જયકુમાર

ચેન્નાઈ

ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. એઆઈએડીએમકેના નેતા ડી જયકુમારે જણાવ્યું હતું કે ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી. ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશે. આ મારો અંગત અભિપ્રાય નથી. આ અમારી પાર્ટીનું સ્ટેન્ડ છે.

ડી જયકુમારે કહ્યું હતું કે, ‘તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરવા ઇચ્છતા નથી. જો કે ભાજપના કાર્યકરો એવું ઈચ્છે છે. અન્નામલાઈ અમારા નેતાઓ વિરુદ્ધ નિવેદન આપી રાહ્યા છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવા લાયક નથી. અમે અમારા નેતાઓ પર સતત ટીકા સ્વીકાર કરીશું નહી. અન્નામલાઈ પહેલા પણ અમારા નેતા જયલલિતાની ટીકા કરી ચૂક્યા છે. તે સમયે અમે તેમન વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. તેઓએ આ રોકાવું જોઈતું હતું. તેઓ અન્ના, પેરિયાર અને મહાસચિવની ટીકા કરી રહ્યા છે અને કોઈપણ કેડર આ સ્વીકારશે નહીં. આવનારા સમયમાં અમને ચુંટણીના મેદાનમાં કામ કરવાનું છે તેથી કોઈપણ વિકલ્પ વિના અમે તેની જાહેરાત કરી છે.

જયકુમારે વધુમાં કહ્યું હતું કે, ‘આ નિર્ણયથી અમને કોઈ અસર થશે નહીં. અમને અમારી જીતનો વિશ્વાસ છે. ભાજપ અહિયાં પગ નથી મૂકી શકતી. ભાજપ તેની વોટ બેંક જાણે છે. તેઓ અમારા લીધે ઓળખાય છે.’ ડી જયકુમારે એ વાત વધુ પર ભાર મૂક્યો હતો કે એઆઈએડીએમકે અને ભાજપ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને ભાજપ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે તેના છેલ્લા ગઢ કર્ણાટકને ગુમાવ્યા પછી દક્ષિણના રાજ્યો પર પકડ મેળવવા માટે માર્ગો શોધી રહી છે.  

Total Visiters :164 Total: 1366974

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *