રશિયા-યુક્રેન યુદ્ધ પર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનાવણી

Spread the love

યુક્રેને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ આઈસીજે સમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો

યુદ્ધના મેદાનમાં એકબીજા સામે લડી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગઈ છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરૂ થશે. યુક્રેને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ આઈસીજે સમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો. 

વોશિંગ્ટન

યુક્રેનનું કહેવું છે કે રશિયાને હુમલાને ન્યાયોચિત ગણાવીને આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક બનાવી છે. યુક્રેનના આ આરોપ સામે રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનમાં નરસંહારને રોકવા માટે તેના પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. હવે રશિયા તેના આ દાવાને આઈસીજે સમક્ષ રજૂ કરશે. 

ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વિશેષ સૈન્ય અભિયાનના નામે યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. ત્યારથી બંને દેશો વચ્ચે જંગ થઈ રહી છે. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનમાં નરસંહાર થઇ રહ્યું છે અને આ અમારી જવાબદારી છે કે અમે તે લોકોને બચાવીએ. રશિયા ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ આ કેસને ફગાવી દે. આ મામલે 27 ડિસેમ્બર સુધી સુનાવણી થશે. યુક્રેનને આ વર્ષે માર્ચમાં આઈસીજે દ્વારા મોટી રાહત મળી હતી કેમ કે શરૂઆતના આદેશમાં રશિયાને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી રોકવાનો આદેશ અપાયો હતો. જોકે રશિયા એમ પણ કહે છે કે આ મામલે કોઈપણ આદેશ જારી કરવો આઈસીજેના અધિકાર ક્ષેત્રમાં નથી. જ્યારે યુક્રેન કહે છે કે આ મામલે આઈસીજે દખલ કરી શકે છે. યુક્રેનના આ તર્કને 32 જેટલા દેશોએ સમર્થન આપ્યું હતું. 

Total Visiters :95 Total: 987216

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *