રાજ્યમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધતાં 12 ટ્રેનો રદ

Spread the love

અમદાવાદ તરફ વડોદરા થઈને આવતી ઘણી ટ્રેનોની અવર-જવરને પણ અસર, મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ તરફ અવર-જવર કરે છે

અમદાવાદ

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે ત્યારે સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. આ દરમિયાન વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ  પડી હતી. પશ્ચિમ રેલવેમાં વડોદરા ડિવિઝનમાં ભરુચ-અંકલેશ્વર સેક્શનમાં 502 નંબર બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં રેલવે વિભાગની ચિંતા વધી છે. તેના પગલે રેલવેની અવર-જવરને અસર થઈ હતી. લગભગ 12 જેટલી ટ્રેનોને રદ કરાયાની જાહેરાત કરાઇ છે. 

ભારે વરસાદ અને નર્મદામાં પૂર તથાં નદીઓનું જળસ્તર વધવા જેવા અનેક કારણોસર ટ્રેનોની અવર-જવરને અસર થઇ છે. જોકે અમદાવાદ તરફ વડોદરા થઈને આવતી આજની ઘણી ટ્રેનોની અવર-જવરને પણ અસર થઈ છે. આ મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ તરફ અવર-જવર કરે છે. આ ટ્રેનોને રદ કરવામાં આવી છે. 

આજે આટલી ટ્રેનો રદ 

1.       ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 

2.       ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદેભારત એક્સપ્રેસ 

3.       ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ 

4.       ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 

5.       ટ્રેન નંબર 12010  અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 

6.       ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ  

7.       ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 

8.       ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ 

9.       ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 

10.     ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ 

11.     ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ 

12.     ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ 

Total Visiters :82 Total: 1041203

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *