શ્રીલંકા સામે વિજય બાદ ઈશાન કિશને વિરાટની નકલ કરી

Spread the love

ઈશાન કિશન એક વીડ્યોમાં વિરાટ કોહલીની ચાલવાની સ્ટાઈલની નકલ કરતો જોવા મળી રહ્યો છે

કોલંબો

એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું. અ જીત સાથે જ ભારતીય ટીમે 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. ફાઈનલમાં મળી શાનદાર જીત વચ્ચે મેદાન પર ઇશાન કિશન વિરાટ કોહલીની નકલ કરતો જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સાથે ઉભા છે. આ દરમિયાન ઈશાન કિશન વિરાટ કોહલીની ચાલવાની સ્ટાઈલની નકલ કરતો જોવા મળી રહ્યો છે. જો કે વીડિયોમાં વિરાટના અનુસાર ઇશાન તેની બરાબર નકલ નથી કરી રહ્યો જેના કારણે વિરાટ ઇશાનનું મજાક ઉડાવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ઇશાન અને કોહલીની મસ્તીનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.  

Total Visiters :82 Total: 1011013

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *