અનંતનાગમાં ચાલી રહેલું એન્કાઉન્ટર પુરું, સેનાએ પોતાનું ફોકસ સર્ચ ઓપરેશન પર લગાવી દીધું
અનંતનાગ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર-એ-તૈયબાનો આતંકી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે, અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો ગયો છે. એક મૃતદેહને શોધવામાં આવી રહ્યો છે જે આતંકવાદીનો હોઈ શકે છે. સર્ચ ઓપરેશન ચાલુ જ રહેશે કારણ કે, અહીં હથિયારો મળી આવ્યા છે. આ ઓપરેશનમાં ચાર જવાનો પણ શહીદ થયા છે.
હાલમાં અનંતનાગમાં ચાલી રહેલું એન્કાઉન્ટર પુરુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે સેનાએ પોતાનું ફોકસ સર્ચ ઓપરેશન પર લગાવી દીધું છે. તેનું કારણ એ છે કે, ત્યાંથી આતંકવાદીઓ સાથે સબંધિત કેટલીક વસ્તુઓ હોઈ શકે છે. આ ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે જ્યારે 4 જવાનો શહીદ થયા છે. સેના હજુ ત્રીજા આતંવાદીના મૃતદેહને શોધી રહી છે. હાલમાં સેનાએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. જંગલોમાં સેનાના જવાનો આતંકવાદીઓના સામાનની તલાશી કરી રહ્યા છે.
એડીજીપી વિજય કુમારે અનંતનાગ ઓપરેશન અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, હજું સર્ચ ઓપરેશન ચાલું રહેશે કારણ કે, અનેક વિસ્તાર હજું બાકી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે, તેઓ આ વિસ્તારોમાં ન જાય. અમારી પાસે બે થી ત્રણ આતંકવાદીઓની જાણકારી હતી. તેમણે જણાવ્યું કે, શક્યતા છે કે, અમને ત્રીજો મૃતદેહ પણ મળી જાય. અને આ કારણોસર જ અમે સર્ચ ઓપરેશન ચાલુ રાખવાના છીએ.
વિજય કુમારે જણાવ્યું કે, અમને લશ્કર-એ-તૈયબાના કમાંડરનો મૃતદેહ મળ્યો છે અને અમે તેને પોતાના કબજામાં લઈ લીધો છે. અમને બીજો મૃતદેહ પણ મળી શકે છે એટલા માટે ત્રીજા મૃતદેહની તલાશ કરવામાં આવી રહી છે.એક અઠવાડિયાથી ચાલી રહેલું એન્કાઉન્ટર હવે ખતમ થયું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ કોકરનામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસ ત્યાં પહોંચી હતી.