ઓડિશા, ઝારખંડ, યુપી-બિહારમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા

Spread the love

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનની સ્થિતિથી ગુજરાતના નજીકના ક્ષેત્રોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા

નવી દિલ્હી

ઉત્તર-પશ્ચિમ બંગાળમાં ઉપર તરફ લો પ્રેશર ઝોન સર્જાયું છે. તેની અસરથી ઓડિશા, પ.બંગાળના ગંગા નદીના કિનારાના વિસ્તારો અને ઝારખંડ સહિત પૂર્વ મધ્ય ભાગો અને પૂર્વોત્તર ભારતમાં જોરદાર વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસમાં તે ઉત્તર ઓડિશા અને દક્ષિણ ઝારખંડ તરફ આગળ વધી શકે છે. તેની અસરથી ઓડિશાની સાથે જ ઝારખંડ, બિહાર, યુપી અને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

હવામાન વિભાગ (આઈએમડી) ના અહેવાલ અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મંગળવારે મૂશળધાર વરસાદ પડ્યો હતો. અહીં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જૂનાગઢના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 302 મિ.મી. વરસાદ નોંધાયો હતો. સરકારી આંકડા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી 870 મિ.મી. અથવા સરેરાશ વાર્ષિક વરસાદનો 99.27 ટકા વરસી ચૂક્યો છે. હજુ અહીં વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન વિભાગના અહેવાલ અનુસાર  દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનની સ્થિતિ સર્જાઈ છે. તેની અસરને લીધે ગુજરાતના નજીકના ક્ષેત્રોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગ અનુસાર ઓડિશાના તટની નજીક સર્જાયેલા લો પ્રેશર ઝોનને લીધે બુધવારે ઓડિશા, પ.બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, યુપી, બિહાર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. 

Total Visiters :95 Total: 1051400

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *