મપ્રના બુદનીમાં ભાજપના 1500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે

Spread the love

રાજ્યમાં ચૂંઠણી પહેલાં કોંગ્રેસે માલવા-મહાકૌશલ ક્ષેત્રમાં ભાજપમાં ભંગાણ પાડ્યું

બુદની

મધ્ય પ્રદેશમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ સતત સત્તાધારી પાર્ટી બીજેપી પર ભારે પડતી નજર આવી રહી છે. રોજ કોઈકને કોઈક બીજેપી નેતા-કોંગ્રેસ          કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ગઢમાં મોટું ભંગાણ પાડ્યું છે. આજે બુંદની વિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે.

મધ્યપ્રદેશમાં પક્ષપલટાની રાજનીતિમાં આજે કોંગ્રેસ માલવા-મહાકૌશલ ક્ષેત્રમાં ભાજપમાં ભંગાણ પાડવા જઈ રહી છે. પક્ષપલટાના સિલસિલામાં આજે બીજેપીથી અસંતુષ્ટ નેતા અને કાર્યકર્તા પ્રેદશ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે. પીસીસી ચીફ કમલનાથ મહાકૌશલ, નર્મદાપુરમ અને માલવા વિસ્તારના અસંતુષ્ટ ભાજપના સભ્યોને પીસીસી કાર્યાલયમાં કોંગ્રેસની સદસ્યતા અપાવશે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની બુદની વિધાનસભામાંથી કોંગ્રેસની સદસ્યતા લઈ રહેલા ભાજપના કાર્યકરો-નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે જેનાથી દુઃખી થઈને તેઓ કોંગ્રેસમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે. બુદનીના ભાજપના નેતા રાજેશ પટેલના જણાવ્યા અનુસાર તેઓ 1500 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે.

ભાજપે એક મહિના પહેલા જ પોતાના 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આ નામોની જાહેરાત બાદથી ભારતીય જનતા પાર્ટીમાં હોબાળો મચી ગયો છે. અત્યાર સુધીમાં અનેક નેતાઓ તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. સદસ્યતા ગ્રહણ કરનારાઓમાં સૌથી વધુ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે બીજેપીમાં આવેલા નેતાઓ સામેલ છે, જેઓ ઘર વાપસી કરી રહ્યા છે.

Total Visiters :143 Total: 1384652

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *