રાહુલે 2018માં મહિલા અનામત માટે મોદીને પત્ર લખ્યો હતો

Spread the love

યુપીએ સરકાર દરમિયાન જે તે વિધેયક માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાંથી પસાર થયુ હોવાની પી ચિદ્મબરમે માહિતી આપી

નવી દિલ્હી 

કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મહિલા આરક્ષણ વિધેયકને અપાયેલી મંજૂરીનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે. કોંગ્રેસે કહ્યું સર્વપક્ષીય બેઠકમાં તેની ઉપર ચર્ચા કરી સર્વ સંમતિ સાધી શકાઈ હોત. કોંગ્રેસે તેમ પણ કહ્યું કે વાસ્તવમાં સરકારનો આ નિર્ણય કોંગ્રેસ અને યુપીએ સરકારમાં તેના સહયોગી રહેવા પક્ષોની જીત છે. કારણ કે, તે સરકાર દરમિયાન જ તે વિધેયક રાજ્ય સભામાંથી પસાર થઇ ગયું હતું.

કોંગ્રેસે તેના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ૧૬ જુલાઈ ૨૦૧૮માં વડાપ્રધાન મોદીને લખેલો પત્ર પણ પત્રકારોને દર્શાવ્યો હતો (પત્રની ઝેરોક્ષ) જેમાં તેઓએ મહિલા આરક્ષણ વિધેયક તત્કાળ પસાર કરાવવાની માંગ કરવામાં આવી હતી.

કોંગ્રેસના વરિષ્ટ નેતા પી. ચિદમ્બરમ એક્સ પર પોસ્ટ કર્યું : ‘જો સરકાર મહિલા આરક્ષણ વિધેયક રજૂ કરશે તો તે કોંગ્રેસ અને યુપીએ સરકારમાં રહેલા તેના સાથી પક્ષોનો વિજય ગણાશે. યાદ રહે કે યુપીએ સરકાર દરમિયાન જે તે વિધેયક માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાંથી પસાર થઇ ગયું હતું.

કોંગ્રેસના મહામંત્રીજયરામ રમેશે કહ્યું કે તેમનો પક્ષ ઘણા સમયથી આ વિધેયક પસાર કરવાની માગણી કરી રહ્યો છે. તેઓએ એક્સ પર પોસ્ટ કર્યું : ‘કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી મહિલા આરક્ષણ અમલી કરવાની માગણી કરી રહી છે. અમે કેન્દ્રીય મંત્રી મંડળના તે નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, અને વિધેયકનાં વિવરણની પ્રતીક્ષા કરીએ છીએ. પરંતુ, વિશેષ સત્ર પૂર્વે સર્વદલીય બેઠકમાં તે ઉપર સારી રીતે ચર્ચા થઇ શકત. પોતાના જૂના પોસ્ટરનો ઉલ્લેખ કરતાં રમેશે લખ્યું સૌથી પહેલાં રાજીવ ગાંધીએ ૧૯૮૯ના માર્ચ મહિનામાં પંચાયતનો, તથા નગર પાલિકાઓમાં મહિલાઓ માટે ૧/૩ આરક્ષણ રાખવા માગણી કરી હતી. તે માટે સંવિધાન સંશોધન વિધેયક રજૂ કરાયું. જે લોકસભામાં પસાર થઇ ગયું પરંતુ સપ્ટે. ૧૯૮૯માં રાજ્ય સભામાં પસાર ન થયું. રમેશે જણાવ્યું, એપ્રિલ ૧૯૯૩માં તત્કાલીન વડા પ્રધાન પી.વી.નરસિંહ રાવની સરકારે, પંચાયતો અને નગર નિકાસોમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ આરક્ષણ માટે સંવિધાનમાં સંશોધન કરતું વિધેયક ફરી રજૂ કરાયું હતું. બંને વિધેયક પસાર થઇ ગયાં અને કાનૂન બની ગયાં. આજે પંચાયતો અને નગર નિકાસોમાં ૧૫ લાખથી વધુ મહિલા પ્રતિનિધિ છે. તે આંકડો ૪૦ ટકા આસપાસ થતા જાય છે.”

કોંગ્રેસે વધુમાં કહ્યું ડૉ. મનમોહન સિંહે સંવિધાન સંશોધન વિધેયક રજૂ કર્યું હતું. તે ૯મી માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાં પસાર થયું પરંતુ લોકસભામાં ન લઇ જઈ શકાયું. કોંગ્રેસ નેતાએ કહ્યું રાજ્ય સભામાં રજૂ થયેલાં કે પસાર થયેલાં વિધેયકો ખતમ નથી થતાં તેથી મહિલા આરક્ષણ વિધેયક અત્યારે પણ મોજૂદ છે. કોંગ્રેસ છેલ્લાં ૯ વર્ષથી કહે છે કે તે વિધેયક લોકસભામાંથી પણ પસાર કરાવવું જ જોઇએ.

Total Visiters :107 Total: 1051641

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *