રેલ અકસ્માત પીડિતોને અપાતા વળતરમાં 10 ગણો વધારો

Spread the love

ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને 50 હજારની બદલે 5 લાખ રુપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 25 હજારની બદલે 2.5 લાખ રુપિયા મળશે

નવી દિલ્હી

રેલવે બોર્ડે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં રેલવે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો પહેલા કરતા તેને 10 ગણું વધારે વળતર મળશે. આ પહેલા રેલવે દ્વારા છેલ્લી વખત એક્સ- ગ્રેશિયાની રકમ વર્ષ 2012 અને 2013માં સુધારો કરવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ મુજબ રેલવે તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તેમજ ઈજાગ્રસ્ત થયેલા યાત્રીના પરિજનોને આપવામાં આવતા વળતરની રકમમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવેના 18મી સપ્ટેમ્બરના જાહેર કરાયેલા પરિપત્રની તારીખથી જ આ લાગુ થઈ જશે. આ નવા વળતરની રકમમાં વધારો થયા બાદ હવેથી ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને 50 હજારની બદલે 5 લાખ રુપિયા મળશે જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 25 હજારની બદલે 2.5 લાખ રુપિયા આપવામાં આવશે. આ સિવાય નજીવી ઈજા થનારા યાત્રીઓને 5 હજારને બદલે 50 હજાર રુપિયા મળશે. 

રેલવે બોર્ડે દ્વરા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનાના કિસ્સામાં જો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મુસાફર 30 દિવસથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ થવા પર તેમને વધારાની રકમ આપવાની પણ જાહેરાત કરવામા આવી છે જેમા દર 10 દિવસના સમયગાળાના અંતે અથવા રજાની તારીખે બે માંથી જે વહેલું હોય તે દિવસે 3 હજાર પ્રતિ દિવસ આપવામાં આવશે. આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે અધિનિયમ 1989 ટ્રેન દુર્ઘટના અને અપ્રિય ઘટનાઓમાં મુસાફરોના મૃત્યુ અથવા ઈજા માટે વળતરની જવાબદારી નક્કી કરે છે. આ અપ્રિય ઘટનાઓમાં આતંકવાદી હુમાલો, હિંસક હુમલો અને ટ્રેન લૂટ જેવા ગુનાઓનો સમાવેશ પણ થાય છે.

Total Visiters :131 Total: 1344021

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *