3 ઈડિયટ્સના લાયબ્રેરિયન અખિલ મિશ્રાનું નિધન

Spread the love

હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ બિલ્ડિંગથી પરથી પડી જતા તેમનું મોત થયું

નવી દિલ્હી

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી શોકિંગ ખબર સામે આવી રહી છે. ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિયનની ભૂમિકાથી ફેમસ થયેલા એક્ટર અખિલ મિશ્રાનું નિધન થઈ ગયુ છે. અખિલ મિશ્રાનું એક દુર્ઘટનામાં મોત થઈ ગયુ છે. એક્ટરના મોત અંગે એવી ચર્ચા ચાલી રહી છે કે, તેઓ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ બિલ્ડિંગથી પરથી પડી જતા તેમનું મોત થઈ ગયુ છે. 

અભિનેતાએ 58 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના મિત્ર અને એક્ટિંગ કોચ કુલવિંદર બખ્શીએ તેમના મોતની પુષ્ટિ કરી છે. 

અખિલ મિશ્રાની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. અખિલે અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઉત્તરન, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, ભારત એક ખોજ, રજની જેવા શો કર્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો અભિનેતાએ ડોન અબ્બા, હજારો ખ્વાહિસે ઐસી, 3 ઈડિયટ્સમાં કામ કર્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં અખિલે વર્ષો સુધી કામ કર્યું પરંતુ તેમને ફેમ ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિયન ડૂબેના રોલથી મળી. સીરિયલ ઉતરનમાં ઉમેદ સિંહ બુદેલાના રોલમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 

અખિલની પત્ની સુઝેન બર્નેટ પણ વ્યવસાયે એક્ટ્રેસ છે. પતિના અવસાન બાદ તે શોકમાં છે. અખિલની પહેલી પત્ની મંજુ મિશ્રા હતી. 1983માં લગ્ન બાદ બંનેના 1997માં છૂટાછેડા થઈ ગયા હતા. મંજુથી અલગ થયા બાદ સુઝેન અખિલના જીવનમાં આવી. અખિલે 2009માં સુઝેન બર્નેટ સાથે લગ્ન કર્યા હતા. આ તેમના બીજા લગ્ન હતા.

Total Visiters :130 Total: 987400

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *