ભગવાન ગણેશમાંથી રોકાણનું પ્રતિબિંબ

Spread the love

સુરેશ સોની, સીઈઓ, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ

ગણેશ પધારી ચૂક્યા છે! 10-દિવસનો તહેવાર એ આનંદ, ઊજવણી અને મેળાપનો સમય છે. તહેવારોની ઊજવણી લોકોના ઘરોમાં તેમજ સોસાયટીઓ અને જાહેર પંડાલોમાં ભવ્ય રીતે થાય છે. ‘ગણપતિ બાપ્પા મોરયા!’ના નારા અને ‘મોદક’નો મીઠો પ્રસાદ ઉત્સવ અને શુભ વાતાવરણમાં ઉત્સાહ ઉમેરે છે. હિંદુ પરંપરામાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. તેમને ‘વિઘ્નહર્તા’ અથવા અવરોધો દૂર કરનાર તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ નવા કામની શરૂઆત કરતા પહેલા ગણપતિ બાપ્પાની પ્રાર્થના કરવામાં આવે છે.

ભગવાન ગણેશના સ્વરૂપની આસપાસ ઘણી વાર્તાઓ અને પ્રતીકો છે. તેમનું હાથીનું મસ્તક  બુદ્ધિનું પ્રતીક છે જ્યારે તેમના મોટા કાન હેતુ સાથે સાંભળવા માટે છે, તેમનું શરીર મજબૂતાઈ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તેમનું વાહન ઉંદર, નમ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. જો આપણે ગણપતિની મૂર્તિને જોઈએ તો ઘણી વાર આપણે જોઈએ છીએ કે ડાબી બાજુનો દાંત તૂટેલો છે. પૌરાણિક કથાઓ અનુસાર, મહાભારત લખનાર મહર્ષિ વેદ વ્યાસ ઇચ્છતા હતા કે કોઈ વ્યક્તિ વાર્તા લખે કારણ કે તે તેમના મનમાંથી વહેતી હતી. પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ આટલી ઝડપે લખવા સક્ષમ ન હતું. આથી તેમણે ભગવાન ગણેશ પાસે મદદ માંગી. અંદરથી પ્રસન્ન થયેલા ભગવાન ગણેશ મદદ કરવા તૈયાર થયા. ગણેશજીએ સામાન્ય કલમની મદદથી  લખવાનું શરૂ કર્યું. જો કે, લખતાં-લખતાં વચ્ચે જ કલમ તૂટી ગઈ. લખતાં રોકાવા ન માંગતા ગણેશજીએ તેમનો દાંત તોડી નાખ્યો અને લખવાનું ચાલુ રાખ્યું. તેમના સમર્પણ અને પ્રતિબદ્ધતાએ હિંદુ પરંપરામાં એક મહત્વપૂર્ણ મહાકાવ્યને જીવંત કર્યું.

આ વાર્તા આપણને અવરોધોથી વિચલિત થયા વિના સાતત્ય અને સમર્પણની શક્તિ શીખવે છે. ઘણી વાર રોકાણમાં અને જીવનમાં, આપણે ખૂબ જ ઉત્સાહથી કંઈક શરૂ કરીએ છીએ અને જ્યારે આપણે પ્રથમ અવરોધ આવે ત્યારે તેને બંધ કરીએ છીએ. દર પહેલી જાન્યુઆરીએ, આપણે જીમની મેમ્બરશિપ લઈએ છીએ અને ટૂંક સમયમાં જ જીવન શરૂ થઈ જાય છે અને આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે ફિટનેસ કોરાણે મૂકાઈ જાય લે છે. એ જ રીતે આપણા રોકાણો સાથે, આપણે નાણાંકીય ધ્યેયો સાથે આપણી રોકાણ યાત્રા શરૂ કરીએ છીએ પરંતુ જેમ જેમ બજાર અસ્થિર થઈ જાય છે અથવા ઘટે છે, આપણે આપણી એસઆઈપી બંધ કરી દઈએ છીએ અને આપણા રોકાણોને પ્રી-મેચ્યોર રિડીમ પણ કરી દઈએ છીએ. સમય પહેલા એસઆઈપી બંધ કરવી ખર્ચાળ સાબિત થાય છે. પરંતુ કલ્પના કરો કે જો આપણે અન્ય પ્રતિબદ્ધતાઓ હોવા છતાં જીમમાં જવાનું ચાલુ રાખીએ અથવા જો બજારની વધઘટ છતાં આપણે રોકાણ કરવાનું ચાલુ રાખીએ, તો પરિણામ શું આવશે? ચાલો સ્પષ્ટતા મેળવવા માટે કેટલાક ડેટા પર નજર કરીએ.

ચાલો જોઈએ કે જો કોઈ વ્યક્તિ બજારના દરેક ઘટાડામાં સમય પહેલા તેમનું રોકાણ બંધ કરી દે તો શું થાય છે. ધારો કે શ્રી એજીએ પહેલી સપ્ટેમ્બર 2018ના રોજ દર મહિને રૂ. 2,000ની એસઆઈપી શરૂ કરી હતી. ધારો કે રોકાણ નિફ્ટી 50 ટીઆર ઇન્ડેક્સમાં હતું. માર્ચ 2020માં ઇક્વિટી માર્કેટ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાલો જોઈએ કે શ્રી એજીનું રોકાણ કેવું દેખાય છે, શું તેમણે ઘટાડાના સમયમાં રિડીમ કર્યું હતું અને કોર્પસને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યું હતું કે પછી જો તેમણે રોકાણ ચાલુ રાખ્યું હોત.

 ઉપાડી લીધારોકાણ યથાવત રાખ્યું
માસિક એસઆઈપી રકમ2,0002,000
કુલ રોકેલી રકમ38,000120,000
XIRR (%)નુકસાન15.4%
31 માર્ચ 2020ના રોજ રોકાણનું મૂલ્ય29,00029,000
*31 ઓગસ્ટ, 2023ના રોજ કુલ રકમ (રૂ.માં)35,147176,247

જો શ્રી એજીએ વર્ષ 2020ની અસ્થિરતા પછી પણ તેમની એસઆઈપી ચાલુ રાખી હોત, તો હવે તેમની પાસે આશરે રૂ. 1.76 લાખનું ભંડોળ હોત. આ એક નાનું ઉદાહરણ છે જે દર્શાવે છે કે સાતત્યતા તમારી સંપત્તિ સર્જન વાર્તામાં એક મોટી ભૂમિકા ભજવી શકે છે.

તેથી, જો આપણે અન્ય કમિટમેન્ટ્સ હોવા છતાં જીમમાં જવાનું ચાલુ રાખીએ અથવા જો બજારની વધઘટ છતાં આપણે આપણા રોકાણો ચાલુ રાખીએ, તો પરિણામ શું આવશે? એક વધુ તંદુરસ્ત અને વધુ સારા બનીશું. આ બાબતોને ધ્યાનમાં રાખીને, ચાલો આપણા રોકાણોના શ્રીગણેશ કરીએ!

Total Visiters :203 Total: 1045133

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *