વિશ્વની 50 ટકા વસતી પાયાની સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત

Spread the love

વૈશ્વિક સ્તરે લગભગ 200 કરોડ લોકો એવા છે જેઓ સારવારના ખર્ચ હેઠળ દબાયેલા છે અને તેમણે જાતે જ આ ખર્ચનું વહન કરવું પડી રહ્યું છે

વોશિંગ્ટન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની જ બેદરકારીના પરિણામ છે. 2021ના ડેટાના વિશ્લેષણમાં કોવિડ-19 મહામારીના સંભવિત લાંબાગાળાની અસરોને સામેલ નથી કરાઈ. વૈશ્વિક સ્તરે લગભગ 200 કરોડ લોકો એવા છે જેઓ સારવારના ખર્ચ હેઠળ દબાયેલા છે અને તેમણે જાતે જ આ ખર્ચનું વહન કરવું પડી રહ્યું છે. આ ખર્ચને કારણે  લગભગ 130 કરોડ લોકો ગરીબીના જાળમાં ફસાયા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટ ‘ટ્રેકિંગ યુનિવર્સલ હેલ્થ કવરેજ-2023 ગ્લોબલ મોનિટરિંગ રિપોર્ટ’ અનુસાર મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં બિનચેપી રોગો, ચેપી રોગો, માતા અને બાળ સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને કૂપોષણનો સમાવેશ થાય છે. આ સ્વાસ્થ્ય પડકારો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, પર્યાવરણીય પ્રદૂષણ અને આરોગ્ય સેવાઓ સુધી અપર્યાપ્ત પહોંચને કારણે ઝીલવા પડે છે.  જીવનશૈલી સંબંધિત રોગો જેમ કે ધૂમ્રપાન, આલ્કોહોલ અને ડ્રગ્સનો વધુ પડતો ઉપયોગ અને શારીરિક નિષ્ક્રિયતા સમાન જોખમ  વ્યક્ત કરે છે.  તેના પરિણામે હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, સ્થૂળતા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવનો વિકાસ થાય છે.  અમુક પ્રકારના કેન્સરની સારવારમાં પણ મોટો ખર્ચ થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયસ કહે છે કે પાયાની આરોગ્ય સેવાઓનો અભાવ પણ સમાજ અને અર્થવ્યવસ્થાની સ્થિરતાને જોખમમાં મૂકે છે. જેઓ શિક્ષણના અભાવે અને પોતાની બેદરકારીને કારણે વિનાશક રોગોની જાળમાં ફસાઈ જાય છે તેમના માટે સરકારો દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે.

રિપોર્ટ અનુસાર આ સદીની શરૂઆતથી સ્વાસ્થ્ય સંભાળના ક્ષેત્રમાં વિસ્તરણ થઈ રહ્યું છે, પરંતુ 2015થી આ દિશામાં પ્રગતિ ધીમી પડી ગઈ છે. 2019 અને 2021 વચ્ચે આમાં કોઈ સુધારો થયો નથી. અહેવાલ મુજબ, છેલ્લા બે દાયકામાં, એક તૃતીયાંશથી ઓછા દેશોએ ન તો આરોગ્ય સંભાળ સેવાઓ સુલભ બનાવી છે અને ન તો સારવાર તેમજ આરોગ્ય સંભાળ પર લોકોના ખિસ્સા બહારના ખર્ચને પોષાય તેવા પ્રયાસો કર્યા છે.

Total Visiters :96 Total: 1051817

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *