દિલ્હી, પ.બંગાળ અને સિક્કીમમાં ભારે વરસાદની શક્યતા

Spread the love

આગામી બે દિવસ સુધી પશ્ચિમ બંગાળ અને બિહારમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના

નવી દિલ્હી

દેશમાં કેટલાક રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે તો કેટલાક રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી ગરમીથી પરેશાન છે તો બીજી તરફ બિહારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 24 સપ્ટેમ્બર સુધી અને બિહારમાં 23 સપ્ટેમ્બર સુધી હળવો કે મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. રાજધાની દિલ્હી માટે, હવામાન વિભાગે 23 સપ્ટેમ્બરે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 23 સપ્ટેમ્બરથી દિલ્હી-એનસીઆરમાં હવામાન ફરી એકવાર શુષ્ક થશે. સ્કાયમેટ વેધર પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ આસામ અને ઉત્તર-પૂર્વ બિહારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગ  (આઈએમડી)ના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી પશ્ચિમ બંગાલ અને બિહારમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે તેમજ રાજધાની દિલ્હીમાં આવતીકાલે છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સ્કાયમેટ ડેટા અનુસાર હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ આસામ અને ઉત્તર-પૂર્વ બિહારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

કેરળના ઘણા ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરતા ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ સહિતના ઉત્તરી જિલ્લાઓમાં આગામી કલાકોમાં તોફાન, મધ્યમ વરસાદ અને ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર અને આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આજે પણ પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત પ્રદેશ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.

Total Visiters :91 Total: 1041403

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *