મોદી આજે 11 રાજ્યોમાં 9 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે

Spread the love

આ 9 ટ્રેનોમાં એક અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેન પણ સામેલ છે

નવી દિલ્હી

આવતીકાલે 24 સપ્ટેમ્બરના રોજ 11 રાજ્યોમાં નવી 9 વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી વીડિયો લિન્કના માધ્યમથી કાચીગુડા-યશવંતપુર અને વિજયવાડા-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે. વડાપ્રધાન મોદી એ જ દિવસે દેશભરમાં 9 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે જેમાંથી બે ટ્રેનનું સંચાલન દક્ષિણ મધ્ય રેલવેના ક્ષેત્રાધિકારમાં રહેશે. દક્ષિણ મધ્ય રેલવેનું હેડક્વાર્ટર સિકંદરાબાદમાં છે. આ 9 ટ્રેનોમાં એક અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેન પણ સામેલ છે જેને લીલીઝંડી બતાવશે.

નવી 9 વંદે ભારત ટ્રેનની યાદી… 

1 કાસરગોડ – તિરુવનંતપુરમ (કેરળ) 

2 જયપુર – ઉદયપુર (રાજસ્થાન)

3 વિજયવાડા – ચેન્નઈ (આંધ્રપ્રદેશ અને તમિલનાડુ) 

4 તિરુનવેલી – ચેન્નઈ (તમિલનાડુ) 

5 જામનગર – અમદાવાદ (ગુજરાત)

6 રાંચી – હાવડા (ઝારખંડ અને પ.બંગાળ)

7 સિકંદરાબાદ (કાચેગુડા) – બેંગ્લુરુ (યશવંતપુર) (તેલંગાણા અને કર્ણાટક)

8 રાઉરકેલા – પુરી (ઓડિશા)

9 પટણા – હાવડા (બિહાર અને પ.બંગાળ)

Total Visiters :101 Total: 1045188

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *