પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા
નવી દિલ્હી
કેરળમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) સામે મોટી કાર્યવાહી કરતા વાયનાડ સહિત રાજ્યના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
ઈડીએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) પર કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તપાસ એજન્સીએ કેરળમાં પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે ઈડીએ ત્રિશૂર, એર્નાકુલમ, મલપ્પુરમ અને વાયનાડ સહિત ચાર જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
Total Visiters :138 Total: 1366340