ડીસીઝ એક્સ કોરોના કરતા પણ ઘાતક, 5 કરોડનાં મોત થઈ શકે

Spread the love

બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે, ‘ડિસીઝ એક્સ’ કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે

નવી દિલ્હી

વિશ્વ હજુ તો કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવી બિમારીએ દસ્તક આપી છે. આ બિમારી ખૂબ ખતરનાક છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 5 કરોડ લોકોના તેનાથી મોત થઇ શકે છે. તેની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ બીમારી કોરોના કરતા પણ ઘાતક સાબિત થઇ શકે છે. ડબલ્યુએચઓ દ્વારા આ નવી મહામારીનું નામ ‘ડિસીઝ એક્સ’ રાખવામાં આવ્યું છે.

એક અહેવાલ મુજબ, નિષ્ણાતોના માનવા પ્રમાણે કોવિડ -19 (કોવિડ-19) તો માત્ર એક શરૂઆત હોઈ શકે છે. આ બીમારીને તેના કરતા પણ ખૂબ ખતરનાક માનવામાં આવી રહી છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફ ડેમ કેટ બિંઘમે ચેતવણી જારી કરી છે કે આગામી મહામારી ઓછામાં ઓછા 5 કરોડ લોકોના જીવ લઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, વિશ્વ નસીબદાર છે કે કોરોના એટલો બધો જીવલેણ ન હતો. ડબલ્યુએચઓ દ્વારા પણ આ મહામારીના ફેલાવાને લઈ સંકેત મળ્યા છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે, ‘ડિસીઝ એક્સ’ કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે. આ મહામારી વિશ્વમાં પહેલાથી જ હાજર વાયરસથી ફેલાઈ શકે છે. 

અહેવાલો અનુસાર, બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ  ‘ડિસીઝ એક્સ’ સામે વેક્સીન તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (યુકેએચએસએ) ના ચીફ પ્રોફેસર જેની હેરીસના કહેવા મુજબ ક્લાઈમેટ ચેન્જ જેવા ઘણા પરિબળો ભવિષ્યમાં રોગચાળાની શક્યતાઓ વધારી રહ્યા છે. આ મામલે તૈયારીઓમાં સક્રિય ભૂમિકા નિભાવની પણ અપીલ કરી છે.

Total Visiters :117 Total: 1343973

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *