દેવીલાલની જન્મજયંતીના કાર્યક્રમમાં નીતિશની ગેરહાજરી

Spread the love

નીતિશના આ પગલાને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યા છે અને તેને લઇ ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે

કૈથલ

આજે હરિયાણાના કૈથલમાં ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી દેવી લાલની જન્મજયંતિ પર આઈએનએલડી (ઈન્ડિયન નેશનલ લોકદળ) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષ ગઠબંધન ઈન્ડિયાના  નેતાઓની પણ હાજરી જોવા મળી છે. એવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આ કાર્યક્રમમાં હાજરી આપવાના નથી. 

હરિયાણામાં આયોજિત આ કાર્યક્રમમાં જયારે વિપક્ષી જમાવડો પણ હાજર રહ્યો છે ત્યારે બિહારના મુખ્યમંત્રી આ કાર્યક્રમ છોડી પટનામાં આયોજિત પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપવાનો નિર્ણય કર્યો છે. નીતિશના આ પગલાને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યા છે અને તેને લઇ ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે.

નીતીશ કુમારના આ પગલા પર તેમની પાર્ટી જેડીયુની સ્પષ્ટતા પણ સામે આવી છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, નીતીશ કુમાર તેમના પૂર્વજોનું સન્માન કરે છે. નીતીશ કુમારે આજે જ કેબિનેટની બેઠક પણ બોલાવી છે, જેના લીધે તે તેમના કૈથલ કાર્યક્રમમાં હાજરી નહિ આપી શકે. આ વાતની પુષ્ટિબાદ રાજકારણમાં ઘણા તર્કવિતર્કો ચાલી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આના પર વિપક્ષ ગઠબંધન ઈન્ડિયાદ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે.

Total Visiters :126 Total: 1344456

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *