24 કલાકમાં પ. બંગાળ, ઝારખંડના કેટલાંક ભાગો, અંદમાન-નિકોબાર અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવાથી માધ્યમ વરસાદની શક્યતા
નવી દિલ્હી
ઉત્તરપ્રદેશ અને બંગાળ સહિત ઘણાં રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ગતિવિધિયો નોંધાઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં પણ વાતાવરણ ખુશનુમા છે.આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક દિવસો સુધી ઉત્તર ભારતમાં આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. જયારે નવી દિલ્હીમાં વાદળછાયું રહેશે. લખનઉમાં આજે હળવો વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન કર્ણાટક, કેરલ અને ઉત્તરી તમિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થાનોએ ભારે વરસાદ થયો છે. આ સિવાય પૂર્વોત્તર ભારત, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉત્તર પંજાબ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. આ સાથે પૂર્વી રાજસ્થાન, ગુજરાતના કેટલાંક ભાગો, પૂર્વી મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંતરિક તમિલનાડુ, લક્ષદ્વીપ અને જમ્મૂ-કાશ્મીરમાં વરસાદ થયો છે.
આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડના કેટલાંક ભાગો, અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવોથી માધ્યમ વરસાદ સાથે કેટલાંક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારત, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ-પૂર્વી રાજસ્થાન, પૂર્વી ગુજરાત, કર્ણાટક, કેરલ, આંધ્રપ્રદેશના કેટલાંક ભાગો, તમિલનાડુ અને તેલંગાનામાં હળવોથી માધ્યમ વરસાદ થવાની સંભાવના છે. પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી ગુજરાતના કેટલાંક ભાગો, આંતરિક તમિલનાડુ, લક્ષદ્વીપ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને જમ્મૂ કાશ્મીરમાં હળવો વરસાદ થઇ શકે છે.