યુઝર્સ ચેટજીપીટીની મોબાઈલ એપ પર વોઈસ ચેટ માટે ઓપ્શન પસંદ કરી શકશે
નવી દિલ્હી
ઓપનએઆઈના લોકપ્રિય ચેટબોટ વિશે એક નવું અપડેટ બહાર આવી રહ્યું છે. કંપનીએ ચેટબોટને લઈને જાણકારી આપી છે કે ચેટજીપીટીબોલાયેલા શબ્દોને સમજવા અને તેના પર પ્રતિક્રિયા આપવા માટે કામ કરતું જોવા મળશે. આ સાથે તે સિન્થેટિક વોઇસ અને પ્રોસેસ ઇમેજ દ્વારા પ્રતિક્રિયા આપવાનું પણ કામ કરશે.
જીપીટી-4 બાદ ચેટજીપીટીને લઈને આ એક મોટું અપડેટ છે. યુઝર્સ ચેટજીપીટીની મોબાઈલ એપ પર વોઈસ ચેટ માટે ઓપ્શન પસંદ કરી શકશે. બોટ સાથે વાતચીતમાં યુઝર્સ પાસે અવાજ સાંભળવા માટે 5 સિન્થેટિક અવાજોનો ઓપ્શન હશે. કોઈપણ એક અવાજ પસંદ કર્યા પછી બોટ તે અવાજમાં વાત કરતો જોવા મળશે. આ સાથે યુઝર્સ ચેટજીપીટીસાથે વાતચીત દરમિયાન ઈમેજ શેર કરી શકશે અને કેટલાંક પોઈન્ટ્સ પર ફોકસ પણ કરી શકશે.
ચેટજીપીટીઆગામી 15 દિવસમાં નવી સુવિધાઓ સાથે ઉપલબ્ધ થશે. આ નવા ફેરફારો ફક્ત પ્રીમિયમ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે લાવવામાં આવ્યા છે. વોઈસ ફીચરનો ઉપયોગ આઈઓએસઅને એન્ડ્રોઈડએપ્સ સાથે કરી શકાશે. વાતચીત દરમિયાન ઈમેજનો ઉપયોગ કોઈપણ પ્લેટફોર્મ પર કરી શકાશે. કંપનીએ માહિતી આપતા કહ્યું હતું કે વોઈસ એક્ટર્સ સાથે બોટ માટે સિન્થેટિક વોઈસ બનાવ્યો છે. બોટ માટે કોઈપણ અજાણ્યા વ્યક્તિની અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.