જામનગરમાં ગરબાની પ્રેક્ટિસમાં 19 વર્ષના યુવાનું એટેક આવતા મોત

Spread the love

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી

જામનગર

જામનગરમાં નવરાત્રીના મહાપર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ ચાલતી. હતી. જે સ્થળે ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના 19 વર્ષના યુવકનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ યુવાન વિનીતના મૃતદેહને પીએમ અર્થે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં મોડી રાત્રે સરકારી જી.જી. હોસ્પિટલના દ્વારે ગરબાના સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ટોળા સ્વરૂપે જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ભારે ગમગીની છવાઈ હતી. 

આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડતો થયો છે, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Total Visiters :158 Total: 1384287

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *