પેગાટ્રોને આઈફોન એસેમ્બલીને અસ્થાયીરૂપે અટકાવી દીધી

Spread the love

તાઈવાનની કંપનીએ તમિલનાડુમાં ચેન્નાઈ શહેરની નજીકની ફેક્ટરીમાં તમામ પાળીઓ બંધ કરી દીધી

ચેન્નાઇ

એપલ સપ્લાયર પેગાટ્રોને રવિવારે રાત્રે આગની ઘટના બાદ સોમવારે તામિલનાડુમાં તેની ફેસિલિટી ખાતે આઇફોન એસેમ્બલીને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. તાઈવાનની કંપનીએ તમિલનાડુમાં ચેન્નાઈ શહેરની નજીકની ફેક્ટરીમાં તમામ પાળીઓ બંધ કરી દીધી છે, અને ઉત્પાદન સુવિધા ફરીથી ક્યારે કાર્યરત થશે એ અંગે કોઇ માહિતી આપવામાં નથી આવી, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
ભારતમાં એપલના આઈફોનના ઉત્પાદનમાં પેગાટ્રોનનો હિસ્સો 10 ટકા છે. એક અંદાજ મુજબ એપલ આ વર્ષે ભારતમાં નવ મિલિયનથી વધુ આઈફોનવેચશે. સ્થાનિક ઉત્પાદન માટે ભારત સરકારના દબાણને ધ્યાનમાં લઇને એપલ ઈન્કએ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર ભારત પર મોટો દાવ લગાવીને 2017 માં વિસ્ટ્રોન અને પછી ફોક્સકોન દ્વારા ભારતમાં આઈફોનની એસેમ્બલી શરૂ કરી છે. પેગાટ્રોને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તામિલનાડુ ખાતે ભારતમાં આઈફોનએસેમ્બલી શરૂ કરી હતી.
જોકે, ભારતમાં આઇ ફોનના સ્થાનિક ઉત્પાદનને કારણે અનેક લોકોના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ યેનકેન પ્રકારે આ ઉત્પાદન પ્રક્રિયા ખોરવી નાખવાની વેતરણમાં રહે છે. 2020માં વિસ્ટ્રોન પ્લાન્ટમાં કામદારોની અશાંતિનો મામલો સપાટી પર આવ્યો હતો. 2021માં ફોક્સકોનની ફેસિલિટીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, આઇફોન ચાર્જિંગ કેબલ માટે ફોક્સલિંકના દક્ષિણ ભારતીય એકમમાં આગ લાગવાથી તેને ઉત્પાદન અટકાવવાની ફરજ પડી હતી.

Total Visiters :104 Total: 987651

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *