ભારતીય વાયુદળને પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સુપરત

Spread the love

આ વિમાન આઇએએફની સ્કવોડ્ન-નં.૧૧માં દાખલ કરાયું, ભારતીય વાયુદળની સૌથી જૂની સ્કોડન્સ પૈકીની તે સ્કવોડ્ન છે

નવીદિલ્હી

પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ભારતીય વાયુદળને સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યું હતું. તેથી વાયુદળની સહાયક શક્તિમાં વૃદ્ધિ થવાની છે.

આ પ્રસંગે રાજનાથ સિંહે હેંગરમાં રહેલાં આ વિમાનની સર્વધર્મ પૂજા કરી હતી. તે સમયે એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી તેમજ વાયુદળના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એરબસનાં અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ વિમાન આઇએએફની સ્કવોડ્ન-નં.૧૧માં દાખલ કરાયું છે. ભારતીય વાયુદળની સૌથી જૂની સ્કોડન્સ પૈકીની તે સ્કવોડ્ન છે. આ સ્કવોડ્રન અત્યારે વડોદરા એરફોર્સ સ્ટેશને રાખવામાં આવી છે.

૧૧-સ્કવોડ્રન પાયોનિયર્સ ઓપ સી-295 એમડબલ્યુ, રહાઈનો ધ ટ્રેઈલ વોઝર્સ ઓપ સી-295 એમડબલ્યુ, લગાડેલાં બોર્ડ નીચે રહેલા બે સ્લાઇડીંગ સ્ક્રીન્સ ઉઘડયા પછી તે વિશાળ વિમાન જોવામાં આવ્યું હતું. આ સ્કવોડ્નનું ચિન્હ જ રહાયનો એક શૃંગી ગેંડો છે.

વાસ્તવમાં ભારતીય વાયુદળના વડાએ તા. ૧૩મી સપ્ટેમ્બરે આ વિમાનનું વડોદરાનાં એરબેઝ ઉપર સ્વાગત કર્યું હતું.

એવરો-૭૪૮નું ક્લીટ હવે જૂનું થઈ જતાં ભારતે એરબસ ડીફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે રૂ. ૨૧,૯૩૫ કરોડનો સોદો કર્યો હતો.

આ વિમાન ૨૦મી સપ્ટેમ્બરે વડોદરાનાં વિમાન મથકે ઉતર્યું હતું. તે દક્ષિણ સ્પેનનાં સેવિલે શહેરમાં આઇ-એ-એફને અપાયું હતું.

Total Visiters :126 Total: 1366888

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *