જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના લોકોએ યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝલેન્સ્કીની કેનેડા યાત્રા દરમિયાન હાઉસ ઓફ કોલમમાં નાઝી દિગ્ગજોનું બહુમાન કર્યું હતું
ઓટાવા
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા નથી રહ્યા. ખાલિસ્તાની આતંકીની કેનેડામાં થયેલી હત્યાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારત ઉપર આક્ષેપ કરતાં ભારતે કડક પ્રતિભાવો આપ્યા છે. કેનેડા સામે કઠોર નિર્ણયો પણ લીધા છે. વિદેશોને પણ ભારતે સત્ય હકીકત કહેતાં ટ્રુડો હવે એકલા પડી ગયા છે. ખાલિસ્તાની તેજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર તેમણે મુકેલા આક્ષેપો અંગે ભારતે તો પુરાવા માગ્યા જ છે. પરંતુ વિપક્ષો પણ પુરાવા માગી રહ્યા છે. જે પૂરતા ન હોવાને લીધે, વિપક્ષી નેતા પયરે પોઈલિવરે જસ્ટિન ટ્રુડોની કડક ટીકા કરી છે.
આ ઉપરાંત યહુદીઓના હત્યારા તેવા એસ.એસ. (એક નાઝી ડીવીઝન)ની ૧૪મી વાફેન ટ્રોનેડીર ડીવીઝનના પૂર્વ અધિકારીને મળવા માટે તથા તેનું સન્માન કરવા માટે ટ્રુડોએ માફી માગવી જોઈએ તેમ પોઈલિવરે તેમના ટિવટર ઉપર લખ્યું છે. તેમાં લખ્યું છે કે, જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના લોકોએ આ સપ્તાહે યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝલેન્સ્કીની કેનેડા યાત્રા દરમિયાન હાઉસ ઓફ કોલમમાં નાઝી દિગ્ગજોનું બહુમાન કર્યું હતું. આ ભયંકર ભૂલ હતી તેમ કહેતા પ્રતિપક્ષે કહ્યું હતું કે આ માટે વડાપ્રધાનનું કાર્યાલય જ જવાબદાર છે.
વાસ્તવમાં એક હ્યુમન રાઇટસ ગુ્રપે ટિવટર ઉપર ટિવટ કરી લખ્યું કે, એફએસડબલ્યુસી ને તે અંગે આશ્ચર્ય થયું છે. કેનેડાની સંસદે યહુદીઓ અને અન્ય હત્યાઓના અપરાધી નાઝી સૈનિકનું ઉભા થઈ અભિવાદન કર્યું. આ અંગે વિપક્ષ કોન્ઝર્વેટિવ્ઝના નેતા મોઇબિવરે પિયરેએ પ્રત્યુત્તરમાં વડાપ્રધાનનાં કાર્યાલયને તે માટે જવાબદાર ઠરાવ્યું હતું. આ પૂર્વે તેમણે લખ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે ટ્રુડો પાસે ભારતની સંડોવણીના કોઇ પુરાવા હોય તો તે તેણે આપવા જોઈએ. તે નથી કરી શકતા. માટે તેઓ દુનિયાભરમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે.