હવે ટામેટાએ કેડૂતોને રોવડાવ્યાં, કિલોના 3-5 રુપિયામાં વેચવા મજબૂર

Spread the love

ખેડૂતોને પાકને નષ્ટ કરવાની ફરજ પડી,ટામેટાંના સરેરાશ જથ્થાબંધ ભાવ છેલ્લા 6 અઠવાડિયામાં 2,000 રૂપિયા પ્રતિ ક્રેટથી ઘટીને 90 રૂપિયા થઈ ગયા

મુંબઈ

એક મહિના પહેલા સુધી જે ટામેટા જથ્થાબંધ બજારોમાં 200 રૂપિયા અને છૂટક બજારોમાં 220 રૂપિયા કિલો મળી રહ્યા હતા, આજે તેને ઉગાડતા ખેડૂતો પરેશાનીમાં છે. મહારાષ્ટ્રમાં એક મહિના પહેલા ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 3થી 5 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. જેથી અહીંના ખેડૂતોને તેમના પાકને નષ્ટ કરવાની ફરજ પડી રહી છે. 

બમ્પર ઉત્પાદન પછી ટામેટાના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. પૂણેના જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ ઘટીને 5 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. પિંપલગાંવ, નાસિક અને લાસલગાંવની ત્રણ જથ્થાબંધ મંડીઓમાં ટામેટાંના સરેરાશ જથ્થાબંધ ભાવ છેલ્લા 6 અઠવાડિયામાં 2,000 રૂપિયા પ્રતિ ક્રેટથી ઘટીને 90 રૂપિયા થઈ ગયા છે. આ ઉપરાંત કોલ્હાપુરમાં છૂટક બજારમાં ટામેટા 2થી 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. લગભગ એક મહિના પહેલા અહિયાં ટામેટાના ભાવ 220 રૂપિયા હતા. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જથ્થાબંધ બજારોમાં ભાવમાં ઘટાડો થવાના કારણે પુણે જિલ્લાના જુન્નર અને અંબેગાંવ તાલુકાઓમાં ખેડૂતોએ ટામેટાની ખેતી છોડી દેવાનું શરૂ કર્યું હતું.

મહારાષ્ટ્રના સૌથી મોટા જથ્થાબંધ બજાર  પિંપલગાંવ એપીએમસીમાં દરરોજ લગભગ 2 લાખ ક્રેટ ટામેટાની હરાજી કરવામાં આવી રહી છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર નાસિક જિલ્લામાં ટામેટાનો સરેરાશ વિસ્તાર 17,000 હેક્ટર છે, જેમાં 6 લાખ મેટ્રિક તન ઉત્પાદન થાય છે, પરંતુ આ વર્ષે ટામેટાની ખેતી બમણી થઈને 35,000 હેક્ટર થઇ ગઈ હતી, જેનું અનુમાનિત ઉત્પાદન 12.17 લાખ મેટ્રિક ટન છે. 

જુલાઈ મહિનામાં જયારે પુણે જિલ્લાના નારાયણગાંવ બજારમાં જથ્થાબંધ ભાવ 3,200 રૂપિયા પહોંચી ગયા હતા ત્યારે ઘણાં ખેડૂતોએ ભારે નફાની આશામાં ટામેટાંની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. હવે જયારે ભાવમાં ઘટાડો થયો છે ત્યારે સોલાપુર જિલ્લાના કોઠાલે ગામના ખેડૂતે તેના આખા ટામેટાના પાકનો નાશ કર્યો હતો કારણ કે પાક કાપવા અને 100 ક્રેટ નજીકની મંડીમાં લઇ જવા માટે તેણે 8,500 રૂપિયા ખર્ચવા પડ્યા હોત અને વેચાણમાં વધુ નુકસાન થયું હોત. સોલાપુર જિલ્લામાં ઘણા ખેડૂતોએ ટામેટાંને ખેતરમાં સડવા માટે છોડી દીધા છે અથવા ટ્રેક્ટર વડે પાકનો નાશ કર્યો છે.

Total Visiters :147 Total: 1051588

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *