સેન્સેક્સમાં 78 અને નિફ્ટીમાં 10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

આઇશર મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ અને નેસ્લે ઇન્ડિયા નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ રહ્યાં

મુંબઈ

શેર માર્કેટમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો, ભારે ઉઠાપટક બાદ આજે સામાન્ય ઘટાડા સાથે શેર માર્કેટ બંધ થયુ હતુ. માર્કેટના બન્ને મુખ્ય ઇન્ડેક્સ નીચે રહ્યાં હતા, બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.12 ટકાના ઘટાડા સાથે 78.22 પૉઇન્ટ ઘટ્યો અને 65,945.47 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી 0.05 ટકાના ઘટાડા અને 9.85 પૉઇન્ટના ઘટાડા સાથે 19,664.70ના સ્તરે બંધ રહ્યો હતો. આમ કારોબારી દિવસના અંતે શેર બજારના બન્ને ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. 
આજે શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો, આજે આઇશર મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ અને નેસ્લે ઇન્ડિયા નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ રહ્યાં છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ફોસીસ નિફ્ટીના ટોપ લૂઝર છે. ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ અને પાવરમાં ખરીદી જોવા મળી રહી છે.
આજના ટ્રેન્ડમાં એફએમસીજી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઓટો, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કોમોડિટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, બેંકિંગ,આઈટી, પીએસયુ બેંકો, ફાર્મા, મીડિયા અને ખાનગી બેંકો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો સંબંધિત સૂચકાંકોમાં ઘટાડો થયો છે. મિડ-કેપ ઇન્ડેક્સમાં આજે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સ્મોલ-કેપ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 25 ઘટ્યા હતા.
આજના વેપારમાં બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 318.28 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 317.99 લાખ કરોડ પર બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 29000 કરોડનો વધારો જોવા મળ્યો હતો.

Total Visiters :148 Total: 1491638

By Admin

Leave a Reply