કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા સંગઠિત અપરાધ થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી માહિતી આપી હોવાનો દાવો
ન્યૂ યોર્ક
ભારત પર કેનેડાએ પાયાવિહોણા આક્ષેપ પર આજે ફરીથી ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આના પર એક નિવેદન આપી કેનેડા પર પલટ પ્રહાર કર્યો છે. ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં એક ચર્ચા દરમિયાન જયશંકરે આ મામલે વાત કરી હતી. એસ. જયશંકરે કેનેડિયન પક્ષને ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા અંગે ચોક્કસ માહિતી આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ભારત આ મામલે તપાસમાં સાથ આપવા માટે તૈયાર છે. કેનેડાએ લોકોએ લગાવેલ આરોપ એ પાયાવિહોણા છે અને તે ભારત સરકારની નીતિ નથી. તેમણે એમ પણ કહ્યું કે, જો તમારી પાસે કોઈ સાબિત અથવા સંબંધિત માહિતી હોય તો અમને તે અંગે જણાવો.
કેનેડા દ્વારા ભારત પર કરવામાં આવેલ હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવાના હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે, કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા સંગઠિત અપરાધ થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી માહિતી આપી છે.
કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અલગતાવાદી દળો,સંગઠિત અપરાધ, હિંસા અને ઉગ્રવાદને લગતા ઘણા ગુનાઓમાં વધારો જોવા મળ્યો છે. જેને લઇ વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, અમે તેના પર સ્પષ્ટીકરણ અને માહિતી વિશે વાત કરી રહ્યા છીએ. ઉપરાંત ભારતે કેનેડાને સંગઠિત અપરાધ અને કેનેડાની બહાર સંચાલન કરતા નેતૃત્વ વિશે ઘણી માહિતી આપી છે. જેમાંથી કેટલાક આતંકી નેતાઓની ઓળખ પણ થઈ છે.
વિદેશ મંત્રીએ ભારતીય રાજદ્વારીઓને ધમકીઓ અને ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “અમારી ચિંતા એ છે કે રાજકીય કારણોસર કરવામાં આવેલ આ પ્રક્રિયા ખરેખર અયોગ્ય છે. અમારા રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી છે, વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો છે. શું આ રીતે લોકશાહી કામ કરે છે? જો ક્યારે પણ મને કોઈ તથ્યપૂર્ણ માહિતી આપે છે તો હું તેના પર ધ્યાન આપીશ. આ વાત ફક્ત કેનેડા પૂરતી મર્યાદિત નથી.