147 દિવસથી મણિપુરના લોકો પીડાઈ રહ્યા છે પરંતુ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો સમય નથીઃ મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ
નવી દિલ્હી
દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર હિંસાની લપેટમાં છે. થોડા દિવસોની શાંતિ બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા ચાલુ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બે વિદ્યાર્થીઓની હત્યાની તસવીર વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ફેલાયેલી અશાંતિને લઈનેકોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યુ છે.
તેમણે કહ્યું કે, મણિપુરના લોકો આટલા દિવસથી પરેસાન છે પરંતુ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો પણ સમય નથી. બીજેપીના કારણે મણિપુર યુદ્ધનું મેદાન બની ગયુ છે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે મુખ્યમંત્રી એન બિરેન સિંહની બરતરફીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ એક અયોગ્ય મુખ્યમંત્રી છે.
કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર લખ્યું કે, 147 દિવસથી મણિપુરના લોકો પીડાઈ રહ્યા છે પરંતુ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો સમય નથી. આ હિંસામાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ભયાવહ તસવીરોએ સમગ્ર દેશને ફરી એક વખત હચમચાવી મૂક્યો છે. હવે એ સ્પષ્ટ છે કે, આ સંઘર્ષમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ હિંસાને હથિયાર બનાવવામાં આવ્યુ હતું.