અનુશ અને તેનો ઘોડો એટ્રો વ્યક્તિગત ડ્રેસેજમાં ત્રીજા સ્થાને રહ્યો
હાંગઝોઉ
એશિયન ગેમ્સ 2023માં આજે પાંચમાં દિવસની શરૂઆત ભારતે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને વૂશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને કરી હતી. હવે હોર્ડ રાઇડિંગમાં ભારતે વધુ એક મેડલ જીત્યો છે. ભારતીય હોર્સ રાઈડર અનુશ અગ્રવાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
અનુશ અને તેનો ઘોડો એટ્રો વ્યક્તિગત ડ્રેસેજમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. અનુશે 73.030ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ડ્રેસેજમાં ટીમ ગોલ્ડ બાદ અનુશ અને તેના ઘોડા ઈટ્રોનો આ બીજો મેડલ છે. હવે ભારતના ખાતામાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે. આમ ભારત પાસે કુલ 25 મેડલ થઇ ગયા છે.
Total Visiters :178 Total: 1384420