અમદાવાદ,
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખોખરા ખાતે આયોજીત સર્વો હાઈપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં નવસારીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભારે સંઘર્ષ બાદ 3-2થી ગાંધીનગર વિરુદ્ધ જીત હાંસલ કરી હતી.
મેચમાં રાજ્યની બીજી ક્રમાંકિત ખેલાડી એવી રાધાપ્રિયા ગોયલનાં નેતૃત્ત્વમાં ગાંધીનગરની ટીમ ફેવરિટ મનાતી હતી, જોકે- નવસારીની કેપ્ટન સિદ્ધિ બલસારા, જાહન્વી પટેલ અને આસ્થા મિસ્ત્રીએ તેમને ચોંકાવ્યા અને ઉચ્ચ રેન્કવાળી ટીમને માત આપવામાં સફળતા મેળવી હતી.
જ્યારે અમદાવાદની મહિલા ટીમે વડોદરાને 3-0થી હરાવી હતી.
પુરુષ ટીમની ક્વોલિફાઈંગ ઈવેન્ટમાં અરવલ્લીની ટીમે રાજકોટ વિરુદ્ધ 3-2થી જીત હાંસલ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. રાજકોટનો જયનીલ મેહતા આ જીતમાં સ્ટાર રહ્યો, જેણે અરવલ્લીના કેપ્ટન અરમાન શેખને ઓપનીંગ મેચમાં હરાવી અપસેટ સર્જ્યો હતો. જે પછી જન્મેજય પટેલે અરવલ્લીને વધુ એક ઝટકો આપ્યો હતો. જોકે, અરમાન શેખે અનુભવી ચિંતન ઓઝા સામે અંતિમ નિર્ણાયક મેચમાં જીત મેળવી અરવલ્લી માટે જીત નિશ્ચિત કરી હતી.
સુરતની પુરુષ ટીમે ગાંધીનગર વિરુદ્ધ સરળતાથી 3-0નાં સ્કોર સાથે જીત મેળવી હતી, જ્યારે ભાવનગરે પણ વડોદરા વિરુદ્ધ 3-0થી સરળતાથી જીત હાંસલ કરી હતી.
જુનિયર બોય્ઝ ક્વોલિફાઈંગ રાઉન્જમાં વડોદરાની ટીમે જામનગરને 3-0થી જ્યારે આણંદે ગાંધીનગર વિરુદ્ધ સમાન અંતરનાં સ્કોર સાથે જીત હાંસલ કરી હતી. જ્યારે સુરતે ગાંધીનગર વિરુદ્ધ 3-0થી અને ભાવનગરે રાજકોટ વિરુદ્ધ 3-0થી જીત હાંસલ કરી હતી.
અમુક મહત્ત્વપૂર્ણ પરિણામોઃ
પુરુષ ટીમ- ક્વોલિફાઈંગ રાઉન્ડ
સુરત જીત્યા વિરુદ્ધ 3-0 (દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ અદ્વૈત ભટ્ટ 11-6,11-5,11-5, અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ જીગર સરવૈયા 11-10,9-11,11-4,11-7, બુરહાનુદ્દીન માલુભાઈવાલા જીત્યા વિરુદ્ધ શિવમ વાધવા 11-1,11-2,11-8)
અરવલ્લી જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-2 (જયનીલ મેહતા જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 6-11,11-6,5-11,11-7,11-5, જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ ચિંતન ઓઝા 11-3,11-2,11-8, હર્ષવર્ધન પટેલ જીત્યા વિરુદ્ધ જીત ચોલેરા 11-4,6-11,11-4,11-8, જયનીલ મેહતા જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 6-11,11-6,11-7,11-5, અરમાન શેખ જીત્યા વિરુદ્ધ ચિંતન ઓઝા 11-4,5-11,11-6,6-11,11-3)
ભાવનગર જીત્યા વિરુદ્ધ વડોદરા 3-0 (કર્ણપાલ જાડેજા જીત્યા વિરુદ્ધ પ્રથમ મદલાની 8-11,11-7,11-9,11-5, હર્ષિલ કોઠારી જીત્યા વિરુદ્ધ જલય મેહતા 11-9,6-11,11-8,11-7, જીગ્નેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કેવલ મકવાણા 8-11,4-11,11-3,11-9,11-3)
મહિલા ટીમ-ક્વોલિફાઈંગ રાઉન્ડ
અમદાવાદ જીત્યા વિરુદ્ધ વડોદરા 3-0 (કૌશા ભેરપુરે જીત્યા વિરુદ્ધ સાક્ષી નવાણી 11-5,11-3,11-7), નિધિ પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ શૈલી પટેલ 11-2,11-7,11-5, માહિ પટેલ જીત્યા વિરુદ્ધ મિશ્ટી ચૌહાણ 11-8,11-6,11-5)
નવસારી જીત્યા વિરુદ્ધ ગાંધીનગર 3-2 (સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ દિવ્યા પંડ્યા 11-4,11-6,11-8, રાધાપ્રિયા ગોયલ જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-6,11-2,11-8, જાહન્વી પટેલ જીત્યા વિરુદ્ધ અવિનાશ કોર 11-2,11-4,11-5, રાધાપ્રિયા ગોયલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-7,11-13,11-1,9-11,11-9, આસ્થા મિસ્ત્રી જીત્યા વિરુદ્ધ દિવ્યા પંડ્યા 11-9,11-2,11-5)
જુનિયર બોય્ઝ ટીમ-ક્વોલિફાઈંગ રાઉન્ડ
વડોદરા જીત્યા વિરુદ્ધ જામનગર 3-0 (માધવ ત્રિવેદી જીત્યા વિરુદ્ધ યગ્નેશ પરમાર 11-7,11-9,11-6, વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ મૃદુલ મખાન્સા 11-6,11-6,11-3, અક્ષર-યજત જીત્યા વિરુદ્ધ યગ્નેશ-મૃદુલ 11-5,11-7,11-7)
આણંદ જીત્યા વિરુદ્ધ ગાંધીનગર 3-0 (વિહાન વ્યાસ જીત્યા વિરુદ્ધ માનુશ પટેલ 11-2,11-8,11-3, સૈયદ સુઝાન જીત્યા વિરુદ્ધ મૌલિક જયસ્વાલ 11-8,12-10,11-4, વિહાન-સુઝાન જીત્યા વિરુદ્ધ આદિત્ય-દિવિત 11-3,11-3,11-4)
જુનિયર ગર્લ્સ ટીમ- ક્વોલિફાઈંગ રાઉન્ડ
સુરત જીત્યા વિરુદ્ધ ગાંધીનગર 3-0 (સનાયા અચ્છા જીત્યા વિરુદ્ધ સુચી પટેલ 11-7,11-7,11-9, અર્ની પરમાર જીત્યા વિરુદ્ધ સુહાની સોની 11-1,11-3,11-2, વિશ્રૃતિ – દેવાંશી જીત્યા વિરુદ્ધ નિલમ-સુચી 11-1,11-2,11-3)
ભાવનગર જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-0 (ખુશી જાદવ જીત્યા વિરુદ્ધ આભા રાવત 11-8,11-8,11-8, રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ માહી રાણપરા 11-3,11-5,11-4, ખુશી-રિયા જીત્યા વિરુદ્ધ આભા-રિચા 11-3,11-6,11-5)
સબ જુનિયર બોય્ઝ ટીમ-ક્વોલિફાઈંગ રાઉન્ડ
અમદાવાદ જીત્યા વિરુદ્ધ નવસારી 3-0 (અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ સમ્રાટ ધિમ્મર 11-3,11-6,11-7, માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ પ્રિત પટેલ 11-7,11-2,11-9, અક્ષિલાક્ષ પટેલ -જયનીલ પટેલ જીત્યા વિરુદ્ધ સમર્થ ધિમ્મર-દર્શીલ કુકાના 11-7,11-9,11-5)
કચ્છ જીત્યા વિરુદ્ધ જામનગર 3-0 (નૈરિત વૈદ્ય જીત્યા વિરુદ્ધ યગ્નેશ પરમાર13-11,11-9,7-11,11-4, ધ્રુવ બમ્ભાની જીત્યા વિરુદ્ધ તન્મય પુરોહિત 14-12,11-8,12-10, આરવ સિંઘવી-યુગ પ્રતાપસિંઘ જીત્યા વિરુદ્ધ યગ્નેશ પરમાર-તન્મય પુરોહિત 12-10,11-5,11-6)
વડોદરા જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-0 (વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-6,11-7,11-7, યજત રાવલ જીત્યા વિરુદ્ધ દિવ્યા પટેલ 7-11,11-8,11-9,11-6, વેદ પંચાલ-અક્ષર જેઠવા જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ-દિવ્યા પટેલ 11-5,11-4,11-5)
સબ જુનિયર ગર્લ્સ ટીમ-ક્વોલિફાઈંગ રાઉન્ડ
નવસારી જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0 (પ્રિન્સી પટેલ જીત્યા વિરુદ્ધ અનૈશા સિંઘવી 9-11,11-5,11-8,13-11, માનશી મહાજન જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 11-8,11-9,12-10, પ્રિન્સી પટેલ-અવની પટેલ જીત્યા વિરુદ્ધ અનૈશા સિંઘવી- સિદ્ધિ સિંઘવી 11-9,11-7,11-8)
ભાવનગર જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-1 (ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ માહી રાણપરા 11-3,11-6,11-4, રિચા રાવત જીત્યા વિરુદ્ધ સાચી દોશી 11-5,9-11,8-11,11-9,11-8, ચાર્મી-શિવાની જીત્યા વિરુદ્ધ માહી-રિચા 11-7,11-13,11-9,11-6, ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ રિચા રાવત 11-8,12-14,11-6,11-8).