સેન્સેક્સમાં 320 અન નિફ્ટીમાં 115 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

Spread the love

ફાર્મા, એફએમસીજી, બેન્કિંગ, ઓટો, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા

મુંબઈ

સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઑક્ટોબર સિરીઝની શરૂઆત આજે બજારમાં તેજી સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા છે. આઈટી સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 320.09 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના વધારા સાથે 65,828.41 પર અને નિફ્ટી 114.75 પોઈન્ટ્સ અથવા 0.59 ટકાના વધારા સાથે 19638.30 પર બંધ રહ્યો હતો. આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, બેન્કિંગ, ઓટો, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ઉછાળાને કારણે બંને સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર ઉછાળા સાથે અને 6 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 39 શૅર્સ ઉછાળા સાથે અને 11 ઘટાડા સાથે બંધ થયા હતા.
માર્કેટમાં ઓલરાઉન્ડ ખરીદીમાં ફાર્મા અને મેટલ શેરો મોખરે છે. એનએસઈ પર નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 3 ટકા વધ્યો છે. બેન્કિંગ, ઓટો રિયલ્ટી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ખરીદી છે. માત્ર આઈટી સેક્ટરમાં જ વેચાણ થઈ રહ્યું છે. હિન્દાલ્કોનો શેર 6%ના વધારા સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર છે. અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ લૂઝર છે. ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 65,508 પર બંધ થયો હતો.

શેરબજારની શરૂઆત આજે પણ તેજી સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 235 પોઈન્ટના ઉછાળા સાથે 65743ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 57 પોઈન્ટના ઉછાળા સાથે 19581ના સ્તરે કરી હતી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 167 પોઈન્ટના વધારા સાથે 66676 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 59 પોઈન્ટના વધારા સાથે 19583 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

Total Visiters :189 Total: 1045383

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *