ડૉક્ટરની ઓળખ આપી લગ્ન કરનારા યુવકનો રિસેપ્શનમાં ભાંડો ફૂટ્યો

Spread the love

યુવક આંખનો ડોકટર નહીં પરંતુ ચશ્માની દુકાનમાં સેલ્સમેન છે જાણીને યવતીએ પોલીસમાં છંતરપિંડીની ફરિયાદ કરી

અમદાવાદ 

નિકોલમાં રહેતી સ્વરૂપવાન યુવતીને નરોડાના યુવકે ખોટુ બોલીને લગ્નજાળમાં ફસાવી છે. કોલેજમાં ભણતી 22 વર્ષીય યુવતીને યુવકે પહેલા પ્રેમ સંબંધમાં રાખી અને પોતે ડોકટર તથા કરોડો રૂપિયાની મિલકત શેર બજારમાંથી કમાય છે તેવું કહ્યું હતું. જોકે ત્યારપછી એક મહિલા મિત્રની મદદથી આ યુવકે જબરી ગેમ રમી યુવતીને ફસાવી દીધી હતી. વર્ષો સુધીના રિલેશનશિપમાં યુવકે જરાય પણ ભનક પણ નહોતી લાગવા દીધી કે તે મિડલ ક્લાસ પરિવારનો છે અને ડોકટર પણ નથી. જોકે રિસેપ્શન સમયે તેનો ભાંડો ફૂટતા જબરો દાવ થયો હતો.
આ યુવક નરોડામાં જ રહેતો હતો અને તેને કોઢ હોવાથી લગ્ન નહોતા થઈ રહ્યા. તેવામાં એક કોલેજ બહાર તે રોજ ચા પીવા માટે જતો હતો. આ સમયે કોલેજની સૌથી સુંદર છોકરી કહી શકો એવી આ યુવતી પણ ત્યાં આવતી હતી. ઘણા બધા છોકરાઓ તેની સાથે મિત્રતા કરવા માટે પ્રયાસ કરતા હતા. જોકે યુવકે અલગ દિમાગ દોડાવ્યું અને પોતાની મહિલા મિત્ર થકી ડાયરેક્ટ લગ્ન માટે પૂછાડવડાવ્યું હતું.
યુવક રોજ ચા પીવા જાય ત્યારે તેની નજર યુવતી સાથે મેળ ખાતી હતી. આ સમયે પોતાના મિત્રની સ્પોર્ટ્સ બાઈક અને કાર લઈને તે રોજ જતો. અઠવાડિયે એકવાર તે ગાડી કે બાઈક બદલતા યુવતીને થયું કે આ ઘણો અમીર હશે. વળી તેની મહિલા મિત્ર દ્વારા યુવકે તેને પૂછાવડાવ્યું કે શું તે લગ્ન કરશે. મહિલા મિત્રએ આ યુવતીને કહ્યું કે મારો મિત્ર ઘણો અમીર છે, તે પોતે આંખનો ડોકટર છે પરંતુ શરીર પર સફેદ ડાઘ હોવાથી તેની સાથે કોઈ લગ્ન નથી કરી રહ્યું. તુ એક વાર કોફી ડેટ પર તો જા આ યુવક સાથે. જોકે આ સમયે યુવતીએ ના પાડી દીધી અને જતી રહી હતી.
કોલેજ બહાર યુવકને દરરોજ જોતા યુવતીને થયું કે લાવ એકવાર મિત્રતા તો કરી લઉં. તે સમયે યુવક અને યુવતી વચ્ચે મિત્રતા થઈ અને બંને એક કેફેમાં મળ્યા હતા. જ્યાં યુવકે તેને ખોટુ ખોટુ કહેવાનું ચાલુ કરી દીધું હતું. તેણે કહ્યું કે હું પોતે આંખનો ડોકટર છું, મારી પાસે અઢળક રૂપિયા છે તથા મારા પિતા એસટી નિગમમાં મોટી પોસ્ટ પર છે. અમારે ઘરમાં રૂપિયાની જરાય અછત નથી. શેર બજારમાં મારી ઈન્કમ જાણીને તને ચક્કર આવી જશે એટલો કરોડોમાં પ્રોફિટ છે. આ બધી વાતો કરી બંને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં ધીમે ધીમે આવવા લાગ્યા હતા.
આ યુવકને શરીર પર ડાઘા હતા જેથી કરીને યુવતીએ ઘરે વાત કરી લગ્નની પરંતુ તેમને ના પાડી દીધી હતી. આ સમયે પરિવારજનોએ કહ્યું કે આની સાથે લગ્ન ન કર જોડી સારી નહીં લાગે. જોકે યુવતીએ લગ્ન કરવાની જીદ કરતા પરિવાર માની ગયો હતો. જોતજોતામાં ધામધૂમથી લગ્ન થયા અને રિસેપ્શન સમયે યુવકનો દાવ થઈ ગયો. કારણ કે રિસેપ્શનના કાર્ડ પર તેણે બીસીએ કર્યું છે એવું લખાયું છે. તેના સંબંધીઓ પણ યુવકે બીસીએ કર્યું હશે એમ માનીને આવ્યા હતા. જોકે તે સમયે જેમ તેમ કરીને યુવકે મામલો થાળે પાડી દીધો હતો.
સમય જતા 4 મહિના થયા અને બંને વચ્ચે શરીર સંબંધો પણ બંધાયા હતા. પતિ પત્ની તરીકે રહેતા યુવતીને ઘણા નાના મોટા શોખ હતા તે પણ આ યુવક પૂરો કરી શકતો નહોતો. વળી આગળ જતા જાણવા મળ્યું કે તે આંખનો ડોકટર નહીં પરંતુ ચશ્માની દુકાનમાં સેલ્સમેન છે. આ અંગે યુવતીએ તેને કહ્યું કે એક કામ કર મને તારી ડિગ્રી બતાવ કે તું ડોકટર છે કે નહીં. જોકે તેણે આ સમયે કબૂલી લીધું કે હું ડોકટર નથી. બસ આ પછી જ યુવતીએ શેરબજારનું એકાઉન્ટ બેલેન્સ જોયું તો પણ ખોટુ નીકળ્યું હતું. મોડી રાત્રે જ બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો અને પછી યુવતી પિયર જતી રહી હતી.
મોડી રાત્રે દીકરી ઘરે આવતા તેના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. તેણે સમગ્ર હકીકત જણાવી કે મમ્મી મારી સાથે આવું થયું છે. તો પરિવારે તો કહ્યું કે તારી સાથે છેતરપિંડી થઈ છે. આથી યુવતીએ બીજા જ દિવસે પોલીસ સ્ટેશનમાં આ યુવક સામે ફરિયાદ નોંધાવી કે છેતરપિંડી અને ખોટી વાતો કરીને તેની સાતે 4 મહિના સુધી સતત દુષ્કર્મ કર્યું. તથા યુવતીને ગેરમાર્ગે દોરીને તેના જીવન સાથે રમત રમી છે. યુવકે આ અંગે જણાવ્યું કે તેના શરીર પર ડાઘા હોવાથી કોઈ લગ્ન નહોતું કરી રહ્યું એટલે આ પ્રમાણેની ગેમ તેને રમી છે. જોકે હવે પોલીસ વધુ તાપસ કરી આગળ કાર્યવાહી કરશે.

Total Visiters :174 Total: 1051909

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *