ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા દિલ્હી પોલીસના દરોડા

Spread the love

દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કર્યા

નવી દિલ્હી

આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા પાડી રહી છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા હતા.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કરાયા છે. પત્રકાર અભીષેક શર્માએ આ ઘટના અંગે જાણકારી આપી કહ્યું કે, દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી. મારું લેપટોપ અને ફોન જપ્ત કર્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લઇ લેવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલે આ મામલે યુએપીએ હેઠળ કેસ નોંધ્યો છે. તેમના પર આરોપ છે કે, આ વેબસાઈટમાં ચીનની કંપનીઓએ ફંડિંગ કર્યું છે. આ પહેલા દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે ઈડીએ પણ કાર્યવાહી કરી હતી. ત્યારે હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટરોને ધરપકડમાંથી રાહત આપી હતી, પરંતુ હવે આ કેસના આરોપીઓની ધરપકડ થઈ શકે છે.

Total Visiters :134 Total: 1051936

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *