પ્રભાસને રોકીને ફોટો પડાવ્યા બાદ ચાહક લાફો મારીને નાચવા લાગી

Spread the love

પ્રભાસ ગુસ્સે થયા નહીં તેમણે પોતાના બીજા ચાહક સાથે તસવીર ક્લિક કરાવી અને પૂછ્યુ કે આ શું હતુ, જેના જવાબમાં તેણે કહ્યુ કે તે વીડિયો બનાવી રહી હતી

મુંબઈ

બાહુબલી એક્ટર પ્રભાસના ચાહકો માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ આખા દેશમાં છે. બાહુબલીથી એક્ટિંગની દુનિયામાં અલગ ઓળખ ઊભી કરનાર પ્રભાસને લોકો ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પ્રભાસ ખૂબ એક્ટિવ રહે છે. તેઓ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ અપડેટ બંને સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. પ્રભાસ ખૂબ હંબલ છે, તે પોતાના ચાહકોને ખૂબ પ્રેમથી મળે છે. તાજેતરમાં જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રભાસને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સાથે કંઈક એવુ થયુ, જેનો તેમને અંદાજો નહોતો. 

સાઉથ સ્ટાર પ્રભાસ એરપોર્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની એક ચાહકે તેમને સ્પોટ કર્યા અને તેમની સાથે તસવીર ક્લિક કરાવવાની વિનંતી કરી. એક્ટર હંમેશાની જેમ ચાહક માટે રોકાયા અને તેમણે તસવીર ક્લિક કરાવી પરંતુ તે બાદ જે થયુ તે ચોંકાવનારુ હતુ. ફોટો ક્લિક કરાવ્યા બાદ એક્ટરની ચાહકે તેમના ગાલ પર લાફો મારી દીધો અને ખુશ થઈને નાચવા લાગી. એક્ટર સમજી જ ન શક્યા કે આખરે તેમની સાથે શું થયુ. જોકે આટલુ બધુ થયા બાદ પણ પ્રભાસ ગુસ્સે થયા નહીં તેમણે પોતાના બીજા ચાહક સાથે તસવીર ક્લિક કરાવી અને પૂછ્યુ કે આ શું હતુ, જેના જવાબમાં તેણે કહ્યુ કે તે વીડિયો બનાવી રહી હતી. 

આ વીડિયો જૂનો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. પ્રભાસની ચાહકે જાણી જોઈને તેમને લાફો નહોતો માર્યો. તે પ્રભાસને સ્પર્શવા માગતી હતી અને દરમિયાન પ્રેમથી તેમના ગાલ પર લાફો મારી દીધો. આવુ કર્યા બાદ ચાહકનો ઉત્સાહ સાતમાં આસમાને હતો. પ્રભાસે આ મામલે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નહીં. તેથી પ્રભાસના ચાહકો પણ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. 

તાજેતરમાં જ પ્રભાસ ફિલ્મ આદિપુરૂષમાં નજર આવ્યા હતા. તેમણે ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે માતા સીતાની ભૂમિકામાં કૃતિ સેનન નજર આવી હતી. લોકોને ફિલ્મ પસંદ આવી નહોતી. આ કારણે એક્ટરને ખૂબ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એક્ટર ટૂંક સમયમાં સાલારમાં નજર આવશે. આ સિવાય તે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે કલ્કિ 2898 એડી માં પણ નજર આવશે. એક્ટરના ચાહકો બંને ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. જોકે એક્ટર અત્યારે બંને ફિલ્મોના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

Total Visiters :151 Total: 1041533

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *