સોના-ચાંદીના ભાવ સાત મહિનાની તળિયે પહોંચી ગયા

Spread the love

એમસીએક્સ પર ડિસેમ્બર 2023 એક્સપાયરી માટે ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ 10 ગ્રામ દીઠ 57,426 પર ખુલ્યો

નવી દિલ્હી

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જારી છે. આજે આ બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચી ગયા હતા. સ્થાનિક બજાર તથા ઈન્ટરનેશનલ બજારમાં બંને મેટલના ભાવ નરમ પડ્યા છે. એમસીએક્સ પર ડિસેમ્બર 2023 એક્સપાયરી માટે ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ 10 ગ્રામ દીઠ 57,426 પર ખુલ્યો હતો અને ઈન્ટ્રા-ડે નીચી સપાટી રૂ. 56,565 પર પહોંચ્યો હતો. આજે એમસીએક્સ પર ગોલ્ડનો ભાવ 56,734 પ્રતિ 10 ગ્રામ ચાલે છે જે શુક્રવારના બંધ ભાવ રૂ. 57,600ના લેવલ કરતા લગભગ 1.50 ટકા નીચે છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડનો ભાવ લગભગ 1815 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એટલે કે સોમવારના બંધ ભાવની તુલનામાં 0.35 ટકાનો ઘટાડો થયો છે.
તેવી જ રીતે ચાંદીનો ભાવ 69,255 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ખુલ્યો હતો અને ઈન્ટ્રા ડે 65,666 પ્રતિ કિલોની નીચી સપાટી બનાવી હતી. એમસીએક્સ પર સિલ્વરનો ભાવ હાલમાં 67,210ની આસપાસ ચાલે છે જે શુક્રવારના બંધ ભાવ 69,857 કરતા આશરે 3.79 ટકા નીચે છે.
એચડીએફસી સિક્યોરિટીઝના એક અહેવાલ પ્રમાણે અમેરિકન સરકાર પહેલી ઓક્ટોબરે શટડાઉન ટાળવામાં સફળ રહી છે જેથી અમેરિકન ડોલરમાં ફરી મજબૂતી જોવા મળી છે. યુએસ ડોલર ઈન્ડેક્સ હવે 11 મહિનાની હાઈ સપાટીએ પહોંચ્યો છે જ્યારે ઈન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક બજારમાં સોના અને ચાંદીનો ભાવ સાત મહિનાના તળિયે આવી ગયો છે.
વધતી જતી બોન્ડ યીલ્ડ અને મજબૂત ડોલર ઈન્ડેક્સના કારણે કિંમતી ધાતુઓ માટે સેન્ટીમેન્ટને અસર થઈ છે. નજીકના ગાળામાં ગોલ્ડ અને સિલ્વર માટેનો ટ્રેન્ડ ફેવરેબલ નથી લાગતો. આગામી દિવસોમાં તહેવારોની સિઝન ચાલે છે ત્યારે સોનું અને ચાંદી ખરીદવા માટે આ એક સારી તક છે.
આજે ઈન્ટરનેશનલ બજારમાં સોનું 1815 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે અને 1800 ડોલરના સ્તરે તેને તાત્કાલિક સપોર્ટ છે. જોક, ગોલ્ડના ભાવ માટે મહત્ત્વનો ટેકો 1770 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. એમસીએક્સ પર ગોલ્ડના ભાવને 56,000 રૂપિયાના લેવલ પર તાત્કાલિક સપોર્ટ છે જ્યારે 55,300ના લેવલ પર મહત્ત્વનો ટેકો છે. ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સફેદ ધાતુનો ભાવ 20 ડોલરથી 21.50 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં હતો જ્યારે એમસીએક્સ પર ચાંદીને અનુક્રમે 65,500 અને 63,000ના લેવલ પર સપોર્ટ છે.
આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવશે ત્યારે ભારતમાં સોનાની માંગમાં ભારે વધારો થવાની શક્યતા છે. તેનાથી સ્થાનિક બજારમાં ગોલ્ડના ભાવને ટેકનો મળી રહેશે. ભારતીયો દર વર્ષે લગભગ 800 ટન સોનાની આયાત કરે છે જે મોટા ભાગે જ્વેલરી માટે વપરાય છે.

Total Visiters :148 Total: 1366375

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *