ફ્રાંસમાં આ વર્ષે ગરમીની સિઝનમાં હોટલો તથા બીજા ટુરિસ્ટ સ્પોટસ પર માંકડ જોવા મળ્યા, હવે થિયેટરો, ટ્રેનો,બસો અને ઘરોમાં પણ માંકડ લોકોને કરડી રહ્યા છે
પેરિસ
https://6aba09ad520148330cf55a6c94cd1405.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ફ્રાંસ આજકાલ માંકડના ત્રાસ સામે ઝઝૂમી રહ્યુ છે. ખાસ કરીને ફ્રાંસના બે મોટા શહેરો પેરિસ અને માર્સેલેમાં માંકડની સમસ્યા વકરી ચુકી છે. જેના કારણે લોકો ગભરાઈ રહ્યા છે.
ફ્રાંસમાં આગામી વર્ષે પેરિસ ઓલિમ્પિકનુ પણ આયોજન થવાનુ છે. લગભગ 10 મહિના પહેલા ફ્રાંસમાં માંકડની સમસ્યાએ ઉપાડો લીધો હતો અને તેને લઈને ચિંતા વ્યક્ત થઈ હતી. જોકે દસ મહિના પછી પણ માંકડની સમસ્યા કાબૂમાં નહીં આવી હોવાથી સરકારની ચિંતા વધી રહી છે.
https://6aba09ad520148330cf55a6c94cd1405.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ફ્રાંસમાં આ વર્ષે ગરમીની સિઝનમાં હોટલો તથા બીજા ટુરિસ્ટ સ્પોટસ પર માંકડ જોવા મળ્યા હતા. જોકે તેમનો વ્યાપ હવે વધી રહ્યો છે. હવે થિયેટરો, ટ્રેનો,બસો અને ઘરોમાં પણ માંકડ લોકોને કરડી રહ્યા છે. માંકડ મારનારી એજન્સીઓએ પણ હાથ અધ્ધર કરીને કહ્યુ છે, અમારાથી આ સમસ્યા કાબૂમાં આવી રહી નથી.
બીજી તરફ ઓલિમ્પિકના કારણે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ફ્રાંસ આવશે અને તે પહેલા જો માંકડનો ખાતમો નહીં થાય તો પરેશાની ઉભી થશે તેવુ સરકારને લાગી રહ્યુ છે. પેરિસના ડેપ્યુટી મેયરે તો ફ્રાંસના વડાપ્રધાનને પત્ર લખીને માંકડનો સફાયો કરવા માટે એક નેશનલ પ્લાન બનાવવાની માંગણી કરી છે.
ફ્રાંસમાં તાજેતરમાં ટ્રાન્સપોર્ટેશન કંપનીઓએ પણ દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સાથે બેઠક યોજીને માંકડનો ત્રાસ વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી.