નીના ગુપ્તાને રિઝર્વ લોન્જમાં એન્ટ્રી વખતે અટકાવાઈ

Spread the love

આ ઘટના સંદર્ભે એક વીડિયો શેર કરીને નીનાએ લોકોનું ધ્યાન આ બાબત તરફ દોર્યું

નવી મુંબઇ

બોલિવૂડમાં વર્ષોથી પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર રાજ કરતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે તાજેતરમાં બરેલી એરપોર્ટ પર કંઈક એવું બન્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. નીના ગુપ્તા 64 વર્ષની ઉંમરે પણ સ્ક્રીન પર ઘણી એક્ટિવ છે. 

નીના તાજેતરમાં બરેલીમાં હતા. જો કે, એરપોર્ટ પર રાહ જોતી વખતે તેમને રિઝર્વ લોન્જમાં એન્ટ્રી લેતી વખતે અટકાવવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે એક વીડિયો શેર કરીને નીનાએ લોકોનું ધ્યાન આ બાબત તરફ દોર્યું હતુ. વીડિયોમાં નીના હુપ્તા એરપોર્ટ ઓથોરિટી પર પોતાનો ગુસ્સો નીકાળી રહ્યાં છે. 

એરપોર્ટ પરથી એક વીડિયો જાહેર કરતા નીના ગુપ્તાએ કહ્યું કે, ‘હું બરેલી એરપોર્ટ પરથી બોલી રહી છું. આ લો રિઝર્વ લોન્જ છે, જ્યાં હું એકવાર જઈને બેઠી હતી પણ આજે મને અંદર એન્ટ્રી આપવામાં આવી નહીં. મને લાગ્યું કે આ આરક્ષિત લાઉન્જ વીઆઈપી લોકો માટે છે. મને લાગતું હતું કે, હું વીઆઈપી છું, પરંતુ હું હજી વીઆઈપી બની નથી. વીઆઈપી બનવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. ઠીક છે, હું વીઆઈપી બનવા માટે સખત મહેનત કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર.’

https://www.instagram.com/reel/Cx-FdzqsiiC/embed/captioned/?cr=1&v=14&wp=540&rd=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com&rp=%2F%3Femail%3Dbshah%2540gs.com%26password%3D%2540Gsamachar12%26g-recaptcha-response%3D#%7B%22ci%22%3A0%2C%22os%22%3A150344.2999999998%2C%22ls%22%3A149974.2999999998%2C%22le%22%3A150335.2000000002%7D નીના ગુપ્તાના વીડિયોથી સ્પષ્ટ છે કે, તેને બરેલી એરપોર્ટના રિઝર્વ્ડ લોન્જમાં બેસવા દેવામાં આવ્યા નહી. જોકે, તે પહેલા પણ તે લાઉન્જમાં આવી ચૂકી છે. પીઢ અભિનેત્રીનો આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ચાહકો નીનાનું સમર્થન કરી રહ્યા છે અને એરપોર્ટ ઓથોરિટી સામે તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 

એક યુઝરે લખ્યું છે કે, – તમે અમારા બધા માટે વીઆઈપી છો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, એરપોર્ટ ઓથોરિટીએ કલાકાર સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. 

Total Visiters :172 Total: 1366589

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *