એનડીએમાં છું, ટીડીપીને સમર્થન આપીશુઃ પવન કલ્યાણ

Spread the love

અભિનેતામાંથી નેતા બનેલા પવને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે પણ આકરા પ્રહારો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી

અમરાવતી

જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એનડીએ છોડવાની અટકળોને  સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે જો તે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેશે તો તે અંગે યોગ્ય જાહેરાત કરશે. એવી અફવા ફેલાઇ હતી કે કલ્યાણ ટીડીપીને સમર્થન આપવા માટે એનડીએમાંથી બહાર નીકળી ગયા છે. આ ઉપરાંત તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે પણ આકરા પ્રહારો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. 

પવન કલ્યાણે ગુરુવારે કૃષ્ણ વારાહી યાત્રાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે એનડીએમાંથી બહાર આવતા પહેલા હું મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને અન્ય વાયએસઆરસીપી નેતાઓને સલાહ આપવા માંગુ છું. તમારે પાર્ટીનું ધ્યાન રાખવું જોઈએ. તમે ચૂંટણી પર ધ્યાન આપો. તમે 175 બેઠકો કેવી રીતે જીતી શકો છો તે નક્કી કરો અને જ્યાં સુધી મારા એનડીએમાંથી બહાર નીકળવાની વાત છે, મારી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો નંબર છે. જો એનડીએથી અલગ થવાની વાત આવશે તો હું પોતે જ તમને તેના વિશે જણાવીશ.

દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા કલ્યાણે કહ્યું કે હું એનડીએમાં જ છું. પરંતુ હું અહીં માત્ર એ કહેવા આવ્યો છું કે અમે ટીડીપીને સમર્થન આપીશું. પાર્ટી હજુ પણ નબળી છે. તેનો અર્થ એ નથી કે હું એનડીએ છોડી રહ્યો છું. હું જનતાને સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે સંપૂર્ણપણે એનડીએ સાથે છીએ. અમે  ટીડીપી સાથે પણ રહીશું. કારણ કે વાયઆરસીપીને હટાવવા માટે ટીડીપીનું સમર્થન જરૂરી છે.

ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ બાદથી પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની વાઈએસઆર જગનમોહન રેડ્ડીની સરકારથી નારાજ છે. જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણ 14 સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરવા માટે રાજામુંદ્રી સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 18 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત એનડીએની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં પવન કલ્યાણે કહ્યું હતું કે, તે ભાજપનું સમર્થન કરશે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, બેઠક ખૂબ જ સારી રહી અને આ દરમિયાન આત્મનિર્ભર ભારત પર ચર્ચા કરવામાં આવી હતી. પોતાની પાર્ટી તરફથી મેં પીએમને વચન આપ્યું છે કે, અમે તેમની સાથે ઊભા છીએ. 

Total Visiters :100 Total: 1011632

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *