નવજીવન – સત્ય આર્ટ ગેલેરીમાં અમદાવાદ જેલના બંદીવાનોએ બનાવેલાં પેઈન્ટીંગનું પ્રદર્શન – જેલ ઉદય

Spread the love

અમદાવાદ

નવજીવન ટ્રસ્ટ, ગાંધીવિચાર અને અમદાવાદ મધ્યસ્થ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોએ તૈયાર કરેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન જેલ ઉદય યોજવા જઈ રહ્યું છે. ગાંધી જન્મ જ્યંતિ 2 ઓક્ટોબર, 2023ના રોજ સોમવારે જેલ ઉદય પ્રદર્શન સાંજે 5 વાગ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે 8 ઓક્ટોબર સુધી સત્ય આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકાશે. નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચાર અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંદીવાનોને સત્ય આર્ટ ગેલેરીનું મંચ પુરું પાડવામાં આવ્યું છે.

આ પ્રસંગે જે બંદીવાનોએ પેઈન્ટિંગ્સ તૈયાર કર્યા છે, તે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ મધ્યસ્થ જેલ વિભાગનો સ્ટાફ પણ આ કાર્યક્રમમાં સહભાગી થયો છે. 2 ઓક્ટોબર, સોમવારથી આરંભ કરીને 8 ઓક્ટોબર, રવિવાર સુધી સવારના 12 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી બંદીવાનોનું આ ચિત્રપ્રદર્શન સત્ય આર્ટ ગેલેરીમાં સૌ માટે ખુલ્લું રહેશે.

પ્રદર્શનની મુલાકાત લેનારાઓ બંદીવાનો સર્જિત આ પેઈન્ટિંગ્સને ખરીદી પણ શકશે. ચિત્રોના વેચાણ થકી મળેલી રકમ સીધી ચિત્રકાર-બંદીવાનોને મળશે.

ચિત્ર ખરીદવા માટે સંપર્ક : મિલન ઠક્કર – 97248 17431

Total Visiters :444 Total: 986762

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *