પુરીએ રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી
ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો છે. અબુધાબીમાં તેમણે વૈશ્વિક ક્રુડ તેલની ખરીદીમાં ભારતની હિસ્સો અને ક્રુડ ઓઈલની કિંમતો અંગે ભારતના વલણ પર ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજનામાં દેશના નાગરિકોના હિતોનું ઉપરાંત વૈશ્વિક હિતોનું પણ ધ્યાન રખાયું છે. અન્યથા 2008ની મંદી જેવી સ્થિતિ સર્જાવાની આશંકાને ટાળી શકાય તેમ નથી.
એડીઆઈપીઈસી ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સના ભાગ લેતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વભરમાં ક્રુડ તેલની વધતી કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સંભાવના વ્યક્ત કરી છે કે, ક્રુડ ઓઈલની વધતી કિંમતો લાંબા સમય સુધી સંકટ લાવી શકે છે, જેના કારણે 2008 જેવું આર્થિક સંકટ ફરી જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ભારત સરકારની સૌપ્રથમ પ્રાથમિકતા પોતાના નાગરિકોને સસ્તું ઈંધણ અને પેટ્રોલ-ડીઝલ ઉલબ્ધ કરાવવાની છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, રશિયા પાસેથી સસ્તુ ક્રુડ તેલ ખરીદવાનો ભારતનો નિર્ણય કોઈપણ દેશની વિરુદ્ધમાં નથી, પરંતુ ભારતના નાગરિકો પ્રત્યે જવાબદારી સંભાળવાનું પ્રતિક છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદી પર પશ્ચિમી પાખંડની નિંદા કરું છું. હું સમજાવી શકું છું કે, વૈશ્વિક ક્રુડ ઓઈલમાં વધતી કિંમતોના કારણે 2008 જેવી આર્થિક કટોકટી કેવી રીતે સર્જાઈ શકે છે.
ખાનગી ચેનલ સાથે ચર્ચા કરતા હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, વિશ્વભરમાં દૈનિક 50 લાખ બેરલ ક્રુડ ઓઈલનો ઘટાડો થઈ રહ્યો છે, જેની અસર ગરીબી દેશો પર તો થશે જ ઉપરાંત વિકસિત દેશો પણ બચી શકશે નહીં. ક્રુડ ઓઈલની ઉપલબ્ધતા ઘટવાની અસર વર્ષ 2008માં જોવા મળી છે અને આ વખતે યુક્રેન-રશિયા વચ્ચેની સ્થિતિના કારણે 10 કરોડ લોકોને ગરીબી રેખા નીચે ધકેલી દેવાયા છે. હરદીપ સિંહ પુરીના કહેવા મુજબ, જો ગરીબી રેખા નીચે ધકેલાયા લોકો ક્રુડ ઓઈલથી ચાલતા ઈંધણ ઉત્પાદનના બદલે જુના પરંપરાગત ફ્યૂલનો ઉપયોગ કરવા મજબુર બનશે અને લાકડું અને ગંદા કોલસાનો ઉપયોગ કરશે તો ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે.
રશિયા વૈશ્વિક ક્રુડ ઓઈલના ઉત્પાદનનું દૈનિક 10 ટકા પોડ્યુસ કરે છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, જો ભારત અને 1-2 દેશો રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દે તો ક્રુડ ઓઈલની કિંમતો પ્રતિ બેરલ 250 ડૉલર સુધી પહોંચી ગઈ હોત અને આવું ઓપેકના જનરલ સેક્રેટરીનું પણ માનવું છે. પુરીએ કહ્યું કે, તેની વૈશ્વિક અસર પણ થઈ શકે છે. પશ્ચિમ દેશોના ઘણા ઈન્ટેલેક્ચુએલ્સનું કહેવું છે કે, ભારતે રશિયા પાસેથી જેટલી સસ્તી કિંમતે ક્રુડ ખરીદવું છે, તે ખરીદતું રહે…