ચેપોક પર શ્રેયષ ઐયરની બેટિંગ એવરેજ સૌથી વધુ 70.00ની છે

Spread the love

ભારત તરફથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેટિંગ એવરેજમાં 61.50 સાથે બીજા ક્રમે છે, અન્ય તમામ બેટરન એવરેજ 50થી નીચે

ચેન્નાઈ

ભારત વર્લ્ડ કપ 2023માં આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નઈના એમ. એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનાર છે, જેને ચેપોકના નામે પણ ઓળખવામાં આવે છે. આ મેદાન પર ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. ચેપોક પર પ્રદર્શનના મામલે શ્રેયસ અય્યર લિસ્ટમાં ટોપ પર છે.

ચેપોકમાં શ્રેયસ અય્યરની વનડે એવરેજ 70.00 છે. અય્યર પાસેથી ભારતીય ક્રિકેટ ચાહકોને ઓસ્ટ્રેલિયા સામે આ મેદાન સારા પ્રદર્શનની આશા રહેશે. અય્યર પછી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. આ મેદાન પર પંડ્યાની એવરેજ 61.50 છે. આ બંને બેટ્સમેનને છોડીને ભારતીય બેટ્સમેનોની એવરેજ 50થી નીચે છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 42.12ની એવરેજ સાથે ત્રીજા નંબરે છે. શુભમન ગિલ 37.00ની એવરેજ સાથે ચોથા નંબરે છે. જયારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની એવરેજ 23.33 છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા 19.50 અને કે.એલ રાહુલની એવરેજ 19.00 છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો અત્યાર સુધી 149 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન ભારતે 56 જયારે ઓસ્ટ્રેલિયાએ 89 મેચ જીતી છે. 10 મેચોનું પરિણામ આવી શક્યું ન હતું. જો કે ભારતનો પોતાના ઘરમાં રેકોર્ડ સારો છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્દ પોતાના ઘરમાં 70 વનડે મેચ રમી છે, જેમાંથી 32માં જીત જયારે 33માં હારનો સામનો કરવો પડ્યો છે અને 5 મેચોનું પરિણામ આવી શક્યું ન હતું. વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે 12 વખત ટક્કર થઇ છે જેમાં ઓસ્ટ્રેલિયાને 8 વખત જયારે ભારતને 4 વખત જીત મળી છે.

Total Visiters :118 Total: 987517

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *