આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડૂની ત્રણ જામીન અરજી ફગાવી દીધી

Spread the love

પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે

નવી દિલ્હી

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાંથી ફરી એક વખત પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂને ઝટકો લાગ્યો છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નાયડૂ દ્વારા અલગ-અલગ કેસોમાં દાખલ 3 જામીન અરજી ફગાવી દીધી છે. 

સીઆઈડીએ 9 સ્પટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી હતી. પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં તેના પર કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ છે. સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટની સ્થાપના વર્ષ 2016માં ટીડીપી સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય બેરોજગાર યુવાનોને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ આપીને સશક્ત બનાવવાનો હતો. 

નાયડૂની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેઓ એક કાર્યક્રમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. તેમની ધરપકડ કરવા માટે નાંદયાલ રેન્જના ડીઆઈજી રઘુરામ રેડ્ડી અને  સીઆઈડીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી હતી.

Total Visiters :102 Total: 1051710

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *